બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / In blackbuck case Bollywood Actor Salman khan not apper in jodhpur court today

કાળિયાર શિકાર કેસ / શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે જોધપુર કોર્ટમાં હાજર નહીં રહે સલમાન, ફરી સુનાવણી થશે 19 ડિસેમ્બરે

Published By: Bhushita

Last Updated: 12:23 PM, 27 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની મુશ્કેલીઓ બિગ બૉસ 13 શરૂ થતાં પહેલાં જ વધી છે. એક તરફ આજે સલમાન ખાન કાળિયાર શિકાર કેસ માટે જોધપુર કોર્ટમાં હાજર રહેવાના હતા. પરંતુ હાલમાં તેઓ શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે પહોંચી શકશે નહીં તેવું તેમના વકીલે જણાવ્યું છે. હવે કોર્ટે સુનાવણીની નવી તારીખ 19 ડિસેમ્બર આપી છે.

  • આજે કાળિયાર શિકાર કેસમાં જોઘપુર કોર્ટમાં હાજર નહીં રહે સલમાન ખાન
  • ગત સુનાવણીમાં આજની તારીખ આપવામાં આવી હતી
  • સલમાનને અહીં આવે તો મળી છે મોતની ધમકી

જોધપુર કોર્ટમાં હાજર નહીં રહે સલમાન ખાન

સલમાન ખાનના વકીલ હસ્તીમર સારસ્વતે અપીલ કરી છે કે સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે જોધપુર કોર્ટમાં હાજર રહી શકશે નહીં. તેમના પર કાળિયારના શિકારનો કેસ ચાલી રહ્યો છે. જેને લઈને સલમાને આજે કોર્ટમાં હાજર રહેવાનું હતું. હવે કોર્ટે સુનાવણીની નવી તારીખ 19 ડિસેમ્બર આપી છે. 

 

સલમાનને મળી છે મોતની ધમકી

16 સપ્ટેમ્બરે ફેસબુક પર એક પોસ્ટની મદદથી સલમાનને મોતની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ગેંગસ્ટર ગૈરી શૂટરે આપી છે. તેનો સંબંધ લોરેંસ બિશ્નોઈ પરિવારથી છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું છે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈની તરફથી મળેલી ધમકીની સાથે અદાલતમાં આવવાનું મન સલમાને બદલી દીધું છે. સલમાને આ વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને સાથે નીચલી અદાલતે તેને પાંચ વર્ષની કેદની સજા સંભળાવી છે. ઉલ્લેખનીય છે કે જો આજે સલમાન કોર્ટમાં હાજર નહીં રહે તો તેની જમાનત પણ રદ થઈ શકે છે.

સલમાન ખાનને મળેલી ધમકીનો ફોટો

પોલીસે કર્યો સુરક્ષાનો ખાસ બંદોબસ્ત

ઉલ્લેખનીય છે કે પોલીસે સલમાનની સુરક્ષાને લઈને ખાસ બંદોબસ્ત કર્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગેંગસ્ટર લોરેંસ બિશ્નોઈની તરફથી મળેલી ધમકીને લઈને સલમાને અદાલતમાં હાજર રહેવાનું ટાળ્યું છે. વકીલ મહિપાલ બિશ્નોઈએ કહ્યું છે કે છેલ્લી સુનાવણીમાં ખાનના વકીલે તેમને અદાલતમાં હાજર રહેવાના બદલે મોખિક ઉપસ્થિતિ ચલાવી હતી. ખાન મે મહિના પછી આવ્યા જ નથી. અને તે સમયે તેમને જમાનત આપવામાં આવી હતી.

સલમાન ખાન- ફાઈલ ફોટો

બિશ્નોઈ સમાજ હરણની પૂજા કરે છે

ગઈ વખતે લોરેંસ બિશ્નોઈએ સલમાનને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે તેની ધરપકડ કરીને બીકાનેર જેલમાં મોકલવામાં આવ્યો હતો. સૌપૂ ગેંગ હરિયાણા અને રાજસ્થાનના અનેક રાજ્યોમાં ફેલાયેલી છે. જ્યાં બિશ્નોઈ સમાજનું પ્રભુત્વ છે. બિશ્નોઈ સમાજ હરણની પૂજા કરે છે અને સાથે સલમાનની વિરુદ્ધ જોધપુર કોર્ટમાં કેસ ચાલુ છે. તેને કારણે સલમાનની સુરક્ષાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.  

શું છે કેસ?

વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે બે કાળિયાર શિકાર કેસ અને અવૈધ હથિયારના કેસમાં સલમાન ખાન પર કેસ ચાલી રહ્યો છે. સલમાન ગઈ વખતે જોધપુર કોર્ટમાં હાજર રહ્યા ન હતા. તેમની આ વર્તણૂંકને લઈને કોર્ટે તેમને ઠપકો આપ્યો હતો. અને કહ્યું હતું કે જો તે આ વખતે હાજર નહીં રહે તો તેમની પર કાર્યવાહી કરવામાં આવશે.

આ બે કેસમાં હાજર થશે સલમાન ખાન

પહેલો કેસ કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલો છે. કાંકાણીમાં કાળિયારના શિકાર માટે 25 એપ્રિલ 2018માં સલમાનને 5 વર્ષની સજા થઈ હતી. સલમાન ખાને આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી. અન્ય કેસમાં 2016માં લોઅર કોર્ટે અવૈધ હથિયારના કેસમાં પણ સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજસ્થાન સરકારે જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં અપીલ કરી છે. આ બંને કેસની સુનાવણી જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં ચાલી રહી છે. જેમાં સલમાને હાજર રહેવાનું છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Big boss 13 Bishnoi Family Black Buck Case Jodhpur Court Salman khan કાળિયાર શિકાર કેસ જોધપુર કોર્ટ સલમાન ખાન Salman khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ