બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પગમાં આ દેખાય તો સમજી જજો તમને ડાયાબિટીસ થઈ છે, મોટા ભાગના લોકો કરે છે અવગણના

હેલ્થ / પગમાં આ દેખાય તો સમજી જજો તમને ડાયાબિટીસ થઈ છે, મોટા ભાગના લોકો કરે છે અવગણના

Nirav Kumar

Last Updated: 04:33 PM, 15 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના શરૂઆતના લક્ષણો પગમાં પણ જોવા મળે છે. જો તેને સમયસર ઓળખી કાઢવામાં આવે તો જલ્દી સારવાર શરુ થઇ શકે છે. ચાલો તે લક્ષણો વિષે જાણીએ.

ડાયાબિટીસમાં અમુક લક્ષણો જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો પગમાં દેખાતા ડાયાબિટીસના લક્ષણોને અવગણે છે. આપણા પગ માત્ર આખા શરીરનું વજન જ નહીં પણ આપણા સ્વાસ્થ્યને પણ મદદ કરે  છે. પગમાં કમજોર રક્ત પ્રવાહ કે કમજોર ચેતા કાર્ય અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચવી શકે છે. ડાયાબિટીસ રક્ત પ્રવાહ અને ચેતા કાર્ય બંનેને અસર કરે છે. આથી જ ડાયાબિટીસની શરૂઆતમાં પગમાં આ લક્ષણો દેખાય છે.

  • પગમાં ઝણઝણાટ
    ઘણા લોકો પગમાં ઝણઝણાટ કે સોય ચુભતી હોય તેવી ફરિયાદ કરે છે. તેઓ ઘણીવાર વિચારે છે કે આ સતત બેસી રહેવાને કારણે થાય છે.જો તમને તમારા પગમાં સતત કે વારંવાર આ અનુભવ થાય છે, તો તે નર્વસની ડેમેજની નિશાની હોઈ શકે છે. આને પેરિફેરલ ન્યુરોપથી કહેવામાં આવે છે. ડાયાબિટીસમાં આ એક સામાન્ય સમસ્યા છે.
  • પગની પેડીમાં જલન
    ઘણા લોકોને ઘૂંટણની નીચેનો વિસ્તાર બળતરા અનુભવાય છે. આ સમસ્યા ઘણીવાર વધુ પડતા ચાલવા કે થાકને કારણે થાય છે. પરંતુ ડાયાબિટીસમાં નર્વસની ડેમેજમાં પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. જેમાં ઘણા દર્દીઓ રાત્રે આ બળતરા અનુભવે છે.
  • પગ પર ઓછા વાળ
    આ વાત વિચિત્ર લાગે એમ છે પરંતુ જો પગ પર વાળ ઝડપથી ઓછા થઈ ગયા હોય તો તે પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. આવું કમજોર  રક્ત પ્રવાહને કારણે થાય છે. ડાયાબિટીસમાં પૂરતા પોષક તત્વો અને ઓક્સિજન વાળના મૂળ સુધી પહોંચતા નથી, જેના કિહ પગના વાળ ધીમે ધીમે કે ક્યારેક પેચમાં ખરી પડે છે.
vtv app promotion
  • અચાનક પગમાં દુખાવો
    રાત્રે અચાનક પગમાં દુખાવો એ ડાયાબિટીસનું લક્ષણ જોઈ શકે છે. જ્યારે ઘણા લોકો તેને ડિહાઇડ્રેશન કે ખનિજોની ઉણપ સાથે જોડે છે, પરંતુ તે કમજોર રક્ત પ્રવાહ અને નર્વસ સમસ્યાઓને કારણે થાય છે. જ્યારે પૂરતો રક્ત પ્રવાહ ન હોય ત્યારે દુખાવો થાય છે.
  • ત્વચાનો રંગ બદલાવો
    અમુક લોકોના પગની ઘૂંટીઓ અને પેડીની ત્વચાનો રંગ બદલાય છે. તે ઘાટી દેખાય છે કે ડાઘવાળી થઈ જાય છે. લોકો ઘણીવાર તેને સનબર્નની સમસ્યા માને છે. પરંતુ  તે  ડાયાબિટીસનું લક્ષણ હોય છે. હાઈ બ્લડ સુગર નાની રક્ત વાહિનીઓને અસર કરે છે, જેના કારણે ત્વચામાં ફેરફાર થાય છે.
  • પગની ત્વચામાં ચમક
    ઘણા લોકોના પગ પર નજીકથી નજર નાખવાથી ખબર પડે છે કે તેમની ત્વચા ટાઈટ અને ચમકદાર દેખાય છે. આ ફ્લુઇડ રીટેન્શન કે સોજોને કારણે છે, જે પગમાં કમજોર બ્લડ ફ્લોની સમસ્યા સૂચવે છે.

વધુ વાંચો : મેનોપોઝ દરમિયાન હોર્મોનલ બેલેન્સ કેવી રીતે બનાવો? જાણો શું કહે છે એકસ્પર્ટ

  • પગના તાપમાનમાં ફેરફાર
    અમુકવાર તળિયાનું તાપમાન પણ બદલાય છે. અમુક લોકોના પગ ખૂબ ઠંડા થઈ જાય છે, જ્યારે અમુકના ખૂબ ગરમ થઈ જાય છે. આ ઘણીવાર રક્ત વાહિનીઓને નુકસાનને કારણે થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Symptoms Diabetes Leg Pain
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ