ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / મોબાઇલમાં દેખાય આ 5 ગરબડ, તો સમજી જજો કે હેક થઇ જશે
Last Updated: 08:34 PM, 6 November 2025
ADVERTISEMENT
જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ ફ્રોડનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ફ્રોડ કરનારાઓએ અલગ અલગ રીતો શોઘી કાઢી છે. હેકર્સના રડાર પર તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને બેંકિંગ એપ્લિકેશન્સ હોય છે. પરંતુ જો તમને સમયસર ખબર પડે કે તમારો ફોન હેક થયો છે કે નહીં તો તમે ગંભીર પરિણામોથી ખુદને બચાવી શકો છો. અમે તમને પાંચ રેડ ફ્લેગ વિષે જણાવીશું સૂચવે છે કે, તમારો ફોન હેક થયો હોઈ શકે છે.
ADVERTISEMENT
જો તમારા ફોનની બેટરી સામાન્ય કરતાં વધુ ઝડપથી ખતમ થઈ રહી હોય અને ફોન વધુ ગરમ થઈ રહ્યો હોય તો એવું બની શકે કે, સ્પાયવેર કે માલવેર બેકગ્રાઉન્ડમાં સતત એક્ટીવ છે. આ સ્પાયવેર સતત ડેટા મોકલે છે અને પ્રાપ્ત કરવાનું કામ કરે છે. જેના કારણે બેટરી ઝડપથી ખતમ થાય છે. કોઈ અજાણી એપ્લિકેશનો વધુ પડતો પાવર વાપરે છે કે નહીં તે જોવા માટે તમારી બેટરી સેટિંગ્સ ચેક કરો.
ADVERTISEMENT
જો તમારો સ્માર્ટફોન ખૂબ સ્લો થઈ ગયો હોય કે વારંવાર રીસ્ટાર્ટ થતો હોય કે પછી એપ્સ અજીબ રીતે અટકી જતી હોય તો તે માલવેરનો સંકેત હોઈ શકે છે. માલવેર કે હેકર એક્ટીવીટી તમારા ફોનની મેમરી અને CPU પર દબાણ લાવી શકે છે. નવી એપ ઇન્સ્ટોલ કર્યા બાદ આવા ફેરફારો વિશે ખાસ ધ્યાન આપો.
ADVERTISEMENT

ADVERTISEMENT
હેકર્સ અમુક વાર રિમોટ એક્સેસ ટૂલ્સનો ઉપયોગ કરીને તમારા ફોનને હેક કરવાનો પ્રયાસ કરે છે. આથી તમારા સેટિંગ્સમાં ફોનના ડેટા યુઝને ચેક કરો. જો તમને કોઈ અજાણી એપ સતત એવા ડેટાનો ઉપયોગ કરતી જોવા મળે જેના વિશે તમે અજાણ હોવ તો આ હેકનો સંકેત હોઈ શકે છે.
ADVERTISEMENT
જો તમને તમારા બ્રાઉઝર પર અજીબ પોપ-અપ્સ દેખાય કે જો તમારા ફોનમાં તમારી જાણ વગર એડવેર કે ખતરનાક સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય તો આ હેકનો સંકેત હોઈ શકે છે. આથી તમારા ફોનની પરમીશન કે સેટિંગ્સમાં ફેરફારો ચેક કરો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT