બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / If you plan to visit at Kutch do not avoid this places

પ્રવાસ / પીએમ મોદી પણ લઈ ચૂક્યા છે કચ્છના આ મંદિરની મુલાકાત, કરી લો આ સ્થળોનો પ્લાન

Published By: Bhushita

Last Updated: 02:50 PM, 25 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ગુજરાતના કચ્છમાં ફરવા જવા ઈચ્છો છો તો કચ્છના રણ સિવાય પણ અનેક જગ્યાઓ છે જેની તમે મુલાકાત લઈ શકો છો.

આ જગ્યાઓ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને તેની સાથે અનેક પ્રાચીન વાતો પણ જોડાયેલી છે. ક્યાંક કોઈક દંતકથા છે તો ક્યાંક સુંદરતાની સાથે પ્રભુભક્તિનો સંગમ. જો તમે લખપતનો કિલ્લો, માતાનો મઢ, કોટેશ્વર મહાદેવ મંદિર અને કાળો ડુંગર ફરવા ઈચ્છો છો તો પહોંચી જાઓ કચ્છમાં. કચ્છના માતાના મઢ મંદિરની શ્રદ્ધા વિશેષ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક સમયે આ મંદિરની મુલાકાત લઈને માતાના આર્શીવાદ લઈ ચૂક્યા છે. 

લખપતનો કિલ્લો

કચ્છ જિલ્લાના લખપતમાં આ એક જૂનો કિલ્લો છે. આ કિલ્લો જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ૧૮૫૧ પહેલા સિંધુ નદીના કિનારે આવેલા બંદર રોજની એક લાખની કમાણી આપતું હોઈ તેને લખપત નામે ઓળખવામાં આવતું. એક માન્યતા મુજબ કચ્છના મહારાજા લાખાએ આ બંદર વસાવતા લખપત તરીકે ઓળખાયેલ હોવાનું પણ મનાય છે. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી હતા, જેઓને કચ્છ ક્રોમબેલ તરીકે પણ જાણીતા હતા. તેમના દ્વારા લખપતના કિલ્લાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો. પ્રવાસીઓ અહીં ઐતિહાસિક ધરોહર જોવા આવે છે. કિલ્લાની સુંદરતા અને બાંધકામ પ્રવાસીઓને વધારે આકર્ષે છે. કેટલીક ફિલ્મો, ડોક્યુમેન્ટરી ફિલ્મોના શૂટિંગ અને ફોટોગ્રાફીના લોકેશન માટે પણ લખપત હબ બન્યું છે.

માતાનો મઢ

આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી. અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારું મંદિર બંધાવડાવજે. પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું. ૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.

કોટેશ્વર મંદિર

કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાં જ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યું છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનું સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે.

કાળો ડુંગર

પચ્છમાઇ પીર પર્વ માળામાં કાળો ડુંગર, કચ્છનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે. કાળો ડુંગર પર્વતોની ભૂસ્તરશાસ્ત્ર રચનાની રીતે કચ્છમાં સૌથી જૂનો છે. કાળા ડુંગરના ચૂનાના પત્થર એ ભારતમાં સૌથી અનોખા છે જેમાં સંખ્યાબંધ બ્રેચીયોપોડ અવશેષો સાથે ચેર્ટ નોડ્યુલ્સ હોય છે. ચૂનાના પત્થર બેસાલ્ટ જેવા અગ્નિની ખડકો જેટલા કઠણ અને કાળા છે. કાળાડુંગરના ખડકો જુરાસિક સમયગાળા દરમિયાન ઊંડા દરિયાની સ્થિતિ હેઠળ રચાય છે, જ્યારે ડાયનાસોર ખંડોમાં ભટકતા હતા. ઊંડા પાણીમાં રહેતા પ્રાણીઓના અવશેષો કાળાડુંગરના ઉચ્ચ શિખરો પર જોવા મળે છે. કાળા રંગીન કઠણ ચૂનાના પત્થર પર પડેલા ક્રીમ રંગીન ચૂનાના પત્થરો અને છીપના ખડકો છે. આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે. આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે. તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે. કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું. તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો અને શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા. આના કારણે છેલ્લાં ચારસો વર્ષોથી મંદિરનો પૂજારી રાંધેલા ભાતનો પ્રસાદ સાંજની આરતી પછી શિયાળોને ધરાવે છે. કાળા ડુંગર પર વિચિત્ર ઘટના અનુભવાય છે જ્યારે કેટલાક મુલાકાતીઓ તેમના વાહનો એન્જિન બંધ કરેલું હોવા છતાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Mata no madh Travel કાળો ડુંગર કોટેશ્વર મંદિર પ્રવાસ Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ