બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો વાંચી લો આ રીસર્ચ, મેમરી લોસનો મોટો ખતરો
Last Updated: 02:41 AM, 24 March 2026
ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકો હવે પહેલા કરતાં વધુ લાંબુ જીવી રહ્યા છે. આથી તેની અસરો પણ સ્પષ્ટ થઇ રહી છે. હવે એક મોટી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં સામાન્ય લોકોની તુલનામાં ડિમેન્શિયા કે યાદશક્તિ ગુમાવવાનું જોખમ લગભગ ત્રણ ગણું વધી શકે છે. તેનાથી આ બીમારી સમય જતાં મગજને કેવી રીતે અસર કરે છે તે સવાલ વધુ ઘેરો બની રહ્યો છે.
ADVERTISEMENT
ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત આ સ્ટડીમાં લગભગ 2,80,000 લોકોના ડેટાની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 5,442 લોકોને ટાઇપ 1 ડાયાબિટીસ હતો. આ ગ્રુપમાંથી 144 લોકોને પાછળથી ડિમેન્શિયા થયો જે લગભગ 2.6 ટકા હતા. ડાયાબિટીસ વગરના લોકો માટે આ આંકડો માત્ર 0.6 ટકા હતો. ઉંમર અને શિક્ષણ જેવા પરિબળોને ધ્યાનમાં લીધા બાદ પણ ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે જોખમ લગભગ ત્રણ ગણું વધારે હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT

આ સ્ટડીમાં ટાઇપ 2 ડાયાબિટીસ માટે સીમીલર ટ્રેન્ડ જોવા મળ્યો હતો, પરંતુ જોખમ લગભગ બમણું વધારે હતું. પરંતુ એ નોંધવું અગત્યનું છે કે આ ડેટા હેલ્થ રજિસ્ટ્રીમાંથી ભેગો કરવામાં આવ્યો હતો. આથી અમુક કિસ્સાઓમાં માહિતી ખોટી કે અપૂર્ણ હોઈ શકે છે.
ADVERTISEMENT
હવે સવાલ એ છે કે ટાઇપ 1 ડાયાબિટીસમાં આવું કેમ થાય છે? જેમાં એક મુખ્ય કારણ એ છે કે આ બીમારી ઘણીવાર નાની ઉંમરે શરૂ થાય છે. મતલબ કે વ્યક્તિ લાંબા સમય સુધી આ બીમારી સાથે જીવે છે, જેનાથી અન્ય સમસ્યાઓનું જોખમ વધે છે. બીજું મહત્વનું કારણ બ્લડ સુગરમાં વારંવાર વધઘટ છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં સુગરનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે અને ઘટે છે. લો બ્લડ સુગર મગજ માટે ખાસ કરીને ખતરનાક છે કેમ કે તે મગજના કોષો પર પ્રેશર લાવે છે. આ સિવાય જ્યારે અચાનક હાઈ બ્લડ સુગર લેવલ પછી લો બ્લડ સુગર આવે છે ત્યારે તે મગજના તે ભાગને વધુ નુકસાન પહોંચાડી શકે છે જે યાદશક્તિ અને શીખવા સાથે જોડાયેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇન્સ્યુલિન આમાં મહત્વનો રોલ ભજવે છે. શરીરમાં એક એન્ઝાઇમ છે જે ઇન્સ્યુલિન અને ચોક્કસ પ્રોટીન બંનેને તોડે છે. આ પ્રોટીન અલ્ઝાઇમર સાથે જોડાયેલું છે. જ્યારે શરીરમાં વધારે ઇન્સ્યુલિન હોય છે ત્યારે આ એન્ઝાઇમ પહેલા ઇન્સ્યુલિનને તોડી નાખે છે, અને એમીલોઇડ બીટા મગજમાં એકઠા થવાનું શરૂ કરે છે. આ એક્યુમ્યુલેટેડ પ્રોટીન મગજમાં પ્લાક બનાવે છે, મગજના કોષો વચ્ચે વાતચીતને અવરોધે છે અને ધીમે ધીમે યાદશક્તિ ગુમાવે છે. ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકોને અલ્ઝાઇમર અને વેસ્ક્યુલર ડિમેન્શિયા બંનેનું જોખમ વધી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.