બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ચંદ્રગ્રહણ વખતે આ મંત્રોનો જાપ કરશો તો મળશે શાંતિ, બગડેલા કામ સુધરી જશે, અશુભ પ્રભાવ દૂર થશે
Last Updated: 12:40 PM, 7 September 2025
વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આજે એટલે કે, 7 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. વર્ષનું આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ સ્થિતિમાં, સૂતક કાળ પણ માન્ય રહેશે. રાહુ અને ચંદ્ર મળીને ગ્રહણ યોગ બનાવી રહ્યા છે. ચંદ્રગ્રહણને એક અશુભ ઘટના મનાય છે, જેનો પ્રભાવ નકારાત્મક થાય છે. ચંદ્રગ્રહણ દરમિયાન અમુક દેવતાઓના નામ અને કેટલાક મંત્રોનો જાપ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ગ્રહોનો અશુભ પ્રભાવ ઘટે છે, તથા જાતકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે આ સિવાય કાર્યમાં અવરોધો દૂર થાય છે. ચાલો જાણીએ કે,ચંદ્રગ્રહણ દરમિયાન કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
કુંભ રાશિમાં થશે ચંદ્રગ્રહણ આ ચંદ્રગ્રહણ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાની તિથિએ થઈ રહ્યું છે. સાથે પિતૃ પક્ષની શરૂઆત પણ શરૂ થઈ ગઈ છે. વર્ષનું બીજું ચંદ્રગ્રહણ કુંભમાં થશે. જે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેને બ્લડ મૂન પણ કહેવાય છે. આ ગ્રહણ દરમિયાન ચંદ્ર પૂર્વભાદ્રપદ અને શતભિષા નક્ષત્રમાં બિરાજમાન હશે.
ADVERTISEMENT
ભારતીય સમય મુજબ ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યાથી 1:26 વાગ્યા સુધી રહેશે. તેનો સ્પર્શકાળ રાત્રે 11:09 વાગ્યે શરૂ થશે, ચંદ્રગ્રહણનો મધ્યકાળ રાત્રે 11:42 વાગ્યે હશે, તેનો મોક્ષકાળ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે. ચંદ્રગ્રહણ 3 કલાક 29 મિનિટ રહેશે. ચંદ્રગ્રહણ ગ્રહણના 9 કલાક પહેલા સૂતકકાળ શરૂ થાય છે, આમ ચંદ્રગ્રહણનો સૂતકકાળ બપોરે 12:57 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
ચંદ્રગ્રહણના સૂતકકાળ દરમિયાન મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.આ દિવસે પૂજા અને કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિઓ ન કરવી જોઈએ. એવી માન્યતા છે કે ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોએ આ દિવસે ખાસ સાવધાની રાખવી જોઈએ. આ સમય દરમિયાન તેમને ઘરની બહાર નીકળવું ન જોઈએ, આ દિવસે ગર્ભવતી સ્ત્રીઓએ કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવો ન જોઈએ.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.