બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / આરોગ્ય / If you are listening to songs in headphones, read this special study. 25% of people in France are deaf.

તમારા કામનું / હેડફોનમાં ગીતો સાંભળતા હોવ તો ખાસ વાંચજો આ સ્ટડી, ફ્રાંસમાં 25% લોકો બહેરાશનો શિકાર

Published By: Megha

Last Updated: 10:45 AM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં લગભગ 150 કરોડ લોકોને કોઈના કોઇ રીતે સાંભળવામાં સમસ્યા આવી રહી છે અથવા તો આંશિક બહેરાશના શિકાર બન્યા છે.

  • દરેક ચાર વ્યક્તિમાંથી એ વ્યક્તિને સાંભળવવામાં પરેશાની થઈ રહી છે
  • વર્ષ 2050 સુધી કુલ 250 કરોડ લોકો બની શકે છે શિકાર 
  • દિવસમાં 60 મિનિટથી વધુ સમય સુધી આનો ઉપયોગ ન કરો

આજકાલ જુવાનીયા જ નહીં પણ ઉંમરલાયક લોકો પણ તમને કાનમાં ઇયરફોન કે હેડફોન લગાવીને મોબાઇલમાં કશું જોતાં કી ગીત સાંભળતા જોવા મળે છે. જો કે આખો દિવસ કાનમાં ઇયરફોન કે હેડફોન લગાવી રાખવા સ્વાસ્થ્ય માટે ઘણું હાનિકર અને ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં જ હાલ ફ્રાંસ દ્વારા એક ચોંકાવનાર ખુલાશો કરવામાં આવ્યો છે. ત્યાંનાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટની રિસર્ચમાં એક ખુલાસો છે જેના મુજબ ફ્રાંસમાં દરેક ચાર વ્યક્તિમાંથી એ વ્યક્તિને સાંભળવવામાં પરેશાની થઈ રહી છે. ત્યાંની લગભગ 25 ટકા વસ્તી આ બીમારીનો શિકાર બની ચૂકી છે. 

પહેલી વખત ફ્રાંસમાં આવી મોટી રિસર્ચ કરવામાં આવી છે, જેમાં 18 થી 75 વર્ષની ઉંમરના કુલ 186,460 લોકો પર આ રિસર્ચ કારવમાં આવી છે. રિસર્ચ કરનારનું માનવું છે કે પહેલા આ રિસર્ચ નાના લેવલ પર કારવમાં આવી હતી પણ હાલ કરેલ આ રિસર્ચ મુજબ લોકોમાં આ સમસ્યા એમની લાઇફસ્ટાઇલ, ડિપ્રેશન અને વધુ અવાજવાળા મ્યુજીકના સંપર્કમાં આવવાને કારણે થઈ રહી છે.   

ડાયાબિટીસ અને ડીપ્રેશન પણ એક કારણ 
ફ્રાંસમાં થયેલ અ રીસર્ચ અનુસાર ડાયાબિટીસ અને ડીપ્રેશન પણ લોકોમાં વધતી આંશિક બહેરાશનું એક કારણ છે. જ્યાં એક તરફ લોકોમાં ડાયાબીટીસની સમસ્યા વધી રહી છે એવામાં આજકાલ લોકોની જીવનશૈલી મુજબ લોકો એકલા પણ રહેવા લાગ્યા છે અને એને કારણે ડીપ્રેશનનો શિકાર બની રહ્યા છે અને આ બધાથી બચવા હેડફોન પર મ્યુઝીક સાંભળવવા વાળા લોકોમાં ખાસ્સો વધારો થયો છે જે આંશિક બહેરાશ જેવી બીમારીને આમંત્રિત કરે છે. 

 ફ્રાંસમાં 37% લોકો કરે છે હિયરીંગ એડનો વપરાશ 
ફ્રાંસમાં 37% લોકો હિયરીંગ એડનો ઉપયોગ કરે છે. જેમાંથી વધુ પડતા લોકો કોઈને કોઈ વ્યસનનો શિકાર હોય છે કે બીપી જેવી બીમારીથી પીડાતા હોય છે. આંશિક બહેરાશની વધતી જતી બીમારીને જોઇને ગયા વર્ષે ફ્રાંસ સ્વાસ્થ્ય વિભાગે લોકોને ફ્રી હિયરીંગ એડ આપ્યા હતા. 

વર્ષ 2050 સુધી કુલ 250 કરોડ લોકો બની શકે છે શિકાર 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયામાં લગભગ 150 કરોડ લોકો આંશિક બહેરાશની આ બીમારીના શિકાર બની ચૂક્યા છે જે આંકડો વધીને વર્ષ 2050 સુધી કુલ 250 કરોડ સુધી પંહોચશે. 

હેડફોન્સને કારણે આ નુકશાન થાય છે 
વધુ પડતાં અવાજ સાથે હેડફોનમાં મ્યુસિક સાંભળવાને કારણે કાનને ઘણું નુકશાન પંહોચે છે સાથે જ નિંદર ન આવી, માથાનો દુખાવો એમ જ હ્રદયને પણ હેડફોન નુકશાન પંહોચાડી શકે છે. આ આદત જો છોડવામાં ન આવી તો ઘણી વખત વ્યક્તિ કેન્સર જેવી બીમારીનો પણ શિકાર બની શકે છે. આપણા કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસીબલ હોય છે પણ હેડફોનને કારણે એ 40-50 ડેસીબલ સુધી ઘટી જાય છે. 

બચવા માટે શું કરવું?
જો તમે આંશિક બહેરાશની આઆ બીમારીથી બચવા માંગો છો તો સારી ક્વોલિટીના ઇયરફોન કે હેડફોન વાપરો અને વધુ પડતો ઊંચો અવાજ ન રાખો. આ સાથે જ દિવસમાં 60 મિનિટથી વધુ સમય સુધી આનો ઉપયોગ ન કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Headphone Health france lifestyle news OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ