બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / If the percolation well is operational after five years of BU permission the deposit will be refunded : amc
Last Updated: 11:52 PM, 16 August 2023
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં વસ્તી વધવાની સાથે-સાથે તેના માટે જરૂરી મકાનના નિર્માણમાં પણ વેગ આવ્યો છે. જે તે બાંધકામ માટે બીયુ પરમિશન મેળવવા પરકોલેશન વેલ કાર્યરત હોવા જરૂરી છે. પરકોલેશન વેલ બીયુ પરમિશનનાં પાંચ વર્ષ બાદ પણ સંપૂર્ણપણે કાર્યરત જણાશે તો તંત્ર દ્વારા તે માટે લીધેલી ડિપોઝિટ પરત આપવામાં આવશે, જોકે પરકોલેશન વેલ કાયમી ધોરણે કાર્યરત રહે તે માટે તેની સાફસફાઈ, મરામત કે નિભાવ કરવાની યોગ્ય વ્યવસ્થા માલિક કે કબજેદાર દ્વારા કરાઈ ન હોય તો ડિપોઝિટની રકમ જપ્ત કરાશે.

ADVERTISEMENT
પરકોલેશન વેલની સાફસફાઈ આવશક્ય
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા ૧૪ ઓગસ્ટના રોજ બહાર પડાયેલા ખાસ સર્ક્યુલર મુજબ નગર વિકાસ-એસ્ટેટ ખાતાના તમામ ટેકિનકલ સ્ટાફ તેમજ ઈજનેર વિભાગના સ્ટાફને તાકીદ કરાઈ છે કે કોમન જીડીસીઆર- ૨૦૧૭ની જોગવાઈ નંબર-૧૭.૨.૨ મુજબ બાંધકામ કરતી વખતે મેળવેલી વિકાસ પરવાનગી મુજબ બિલ્ડિંગ યુનિટના ક્ષેત્રફળ અનુસાર જરૂરી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની સાથે સ્થળ પર પરકોલેશન વેલ બનાવવાના થાય છે. ચોમાસાના સમયગાળા દરમિયાન પાણીની અછતના નિવારણ તેમજ પાણીની જરૂરિયાત જળવાય અને ભૂસંચય થઈ પાણીનો જરૂરી સ્રોત ઉપલબ્ધ બને તે હેતુથી ચોમાસા અગાઉ પરકોલેશન વેલની સાફસફાઈ થઇ તે સંપૂર્ણપણે કાર્યરત થાય તે બાબત ખૂબ આવશ્યક છે.
અભિપ્રાય એસ્ટેટ-ટીડીઓ વિભાગને સાત દિવસમાં અચૂક મોકલી આપવાનો રહેશે
ADVERTISEMENT
બીયુ પરમિશન પ્રકરણે ઝોનલ એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા ઈજનેર વિભાગના વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને પરકોલેશન વેલની ચકાસણી બાબતે પત્ર પાઠવ્યાથી સંબંધિત સ્ટાફે સ્થળ મુલાકાત લઈ તે કાર્યરત હોવા અંગેનો અભિપ્રાય એસ્ટેટ-ટીડીઓ વિભાગને સાત દિવસમાં અચૂક મોકલી આપવાનો રહેશે, જે રજૂ થયા બાદ ઝોનલ કચેરી ખાતેથી બીયુ પરમિશન આપવા અંગેની કાર્યવાહી કરાશે.
...તો તંત્ર દ્વારા માલિક કે કબજેદારને નોટિસ આપવામાં આવશે
ADVERTISEMENT
બીયુ પરમિશન આપ્યા બાદ ઝોનલ કચેરી ખાતેથી પરકોલેશન વેલ સહિતની બીયુ પરમિશનના કેસની વિગત વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને પત્રક સ્વરૂપે મોકલવા પડશે અને આ ડિપાર્ટમેન્ટ વાર્ષિક ધોરણે બાંધકામની સાઈટની સમયાંતરે સ્થળ તપાસ કરી મંજૂરી મુજબના જરૂરી પરકોલેશન વેલ પૂર્ણપણે કાર્યરત છે કે કેમ તેની ચકાસણી કરશે. પરકોલેશન વેલ કાર્યરત ન જણાય તો તંત્ર દ્વારા માલિક કે કબજેદારને નોટિસ આપવામાં આવશે અને તેમણે પરકોલેશન વેલ કાર્યરત કરી મ્યુનિસિપલ સત્તાવાળાઓને તેના ફોટોગ્રાફ સાથે જાણ કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાણંદમાં ભારે વરસાદ / VIDEO : રસ્તો ધોવાયો તો જાવું કેવી રીતે? લોકોએ શોધી પાડ્યો તોડ, પણ છે ખૂબ જોખમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.