બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Identify Adulterated Milk at Home with Simple Home Tips

ચેતો / તમે વાપરો છો તે દૂધ મિલાવટી તો નથી ને? ઘરેલૂ ઉપાયોની મદદથી ઘરે જાતે જ કરો ચેક

Published By: Bhushita

Last Updated: 11:00 AM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે તહેવારોની સીઝન શરૂ થવામાં છે. આ સમયે તમે બહારથી કોઈ પણ ચીજ લાવો તો તે મિલાવટી હોય તે શક્ય છે. વધારે નફો મેળવવાના ચક્કરમાં વેપારીઓ દૂધમાં ડિર્ટજન્ટ, યૂરિયાથી લઇને અનેક એવા કેમિકલ્સ ભેળવી રહ્યા છે જે તમારા બાળકોની હેલ્થને માટે નુકશાનકર્તા છે. જો તમે વિચારો છો કે પેકેટ વાળું દૂધ વાપરો છો તો તમે સેફ છો તો તમે ખોટા હોઇ શકો છો. ખુલ્લા દૂધથી લઇને પેકેટ વાળા દૂધ સુધી તેમાં મિલાવટ જોવા મળી રહી છે.

શું તમે જાણો છો કે જે દૂધ તમે તમારી હેલ્થ બનાવવા પી રહ્યા છે તો જ તમને બિમાર કરી શકે છે. હવે દૂધમાં અનેક હાનિકારક ચીજો મિક્સ કરવામાં આવી રહી છે જે હેલ્થને નુકશાન કરે છે. દૂધ અસલી છે કે નકલી તે તમે ઘરે પણ જાણી શકો છો. જો તમે પણ તમારા દૂધને ટેસ્ટ કરવા ઈચ્છો છો તો તમે રસોડાની કેટલીક ચીજોની મદદથી તેને ઘરે જ ઓળખી શકો છો. 

પ્રતિકાત્મક ફોટો
  • કાચના ગ્લાસમાં દૂધ ભરો, મીણબત્તી સળગાવીને એક ફીટની ઉંચાઇ પર ગ્લાસને રાખો. ગ્લાસની અંદર મીણબત્તીની જ્યોત લાંબી દેખાય તો દૂધ અસલી છે. જ્યોત ફેલાયેલી દેખાય છે તો દૂધમાં મિલાવટ છે.
  • અડધા કપ દૂધમાં ફટાફટ પાણી મિક્સ કરો. તેમાં ફીણ થાય છે તો સમજો કે દૂધમાં ડિર્ટજન્ટ મિક્સ કરાયો છે.
  • થોડું દૂધ લઇને હથેળી પર ઘસો. જો તે થોડું ચિકણું લાગે તો તેમાં મિલાવટ છે.
  • દૂધ ગરમ કર્યા બાદ પીળું દેખાય છે તો સમજી લો કે તેમાં યુરિયા મિક્સ કરાયું છે.
  • દૂધના કેટલાક ટીપાં વાટકીમાં લો અને તેમાં હળદર મિક્સ કરો. જો હળદર તરત ઘટ્ટ ન થાય તો દૂધમાં મિલાવટ છે.
  • દૂધને સામાન્ય કરતાં વધારે સમય ઉકાળો. મલાઇ પીળા રંગની જામે તો તેમાં યૂરિયા અને અન્ય કેમિકલ હોઇ શકે.
  • ગરમ દૂધને ઠંડું કર્યા બાદ તેમાં લીંબુ નીચોવો. દૂધ ફાટી જાય છે તો તે અસલી છે અને ન ફાટે તો તેમાં મિલાવટ હોઇ શકે છે. 
  • અંગૂઠા પર દૂધના કેટલાક ટીપાં લો. જો તે વહેવાની સાથે કોઇ નિશાન ન રાખે તો સમજી લો તે તેમાં પાણી મિક્સ કરાયું છે.
  • 5 ML કાચા દૂધમાં બે ટીપાં બ્રોમોક્રિસોલ પરપલ સોલ્યુશન નાંખો. જો તેનો રંગ ભૂરો થાય છે તો તે દૂધ મિલાવટ વાળું છે. 
  • ટેસ્ટ ટયૂબમાં દૂધ લઇને 10 ટીપાં હાઇડ્રોક્લોરિક એસિડ અને એક ચમચી ખાંડ મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તે લાલ થશે. આવું થાય તો તેમાં વનસ્પતિ ઓઇલની મિલાવટ છે.
  • 10 ML દૂધ અને 5 ML સલ્ફ્યૂરિક એસિડ મિક્સ કરો. તેમાં વાયલેટ /બ્લૂ રિંગ્સ બને છે તો તેમાં ફોર્માલિન મિક્સ છે.
  • દૂધમાં આયોડિન કે આયોડિન સોલ્યુશનનાં ટીપાં મિક્સ કરો. જો થોડી વાર બાદ દૂધનો કલર બ્લૂ થાય છે તો તેમાં સ્ટાર્ચ મિક્સ કરેલો છે.
  • ટેસ્ટ ટ્યૂબમાં એક ટીસ્પૂન દૂધ, અડધી ટીસ્પૂન સોયાબિન પાવડર મિક્સ કરો. પાંચ મિનિટ બાદ તેમાં રેડ લિટમસ પેપર ડિપ કરો. થોડીવાર બાદ તે બ્લૂ થાય છે તો તેમાં યૂરિયા મિક્સ કરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Adulterated Milk Home tips Milk Mixing Utility News અસલી નકલી ઘરેલૂ ઉપાયો ટિપ્સ દૂધને કરો ચેક Utility Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ