તમારા કામનું /
ADHAAR CARDમાં તમારો ફોટો પસંદ નથી? આ રીતે બદલો
Team VTV04:57 PM, 01 Nov 21
| Updated: 04:58 PM, 01 Nov 21
આધારકાર્ડમાં રહેલા ફોટોથી કોઇ વ્યક્તિ ખુશ નહી હોય સાચુ ને? તમને એવો વિચાર આવ્યો છે કે આધારકાર્ડમાં પણ ફોટો બદલાવી શકાતો હોત તો? તો આ સરળ સ્ટેપ્સમાં આધારકાર્ડનો ફોટો તમે બદલી શકશો.
આધારકાર્ડમાં ફોટો બદલવું થયું સરળ
સરળ સ્ટેપ્સમાં આધાર કરો અપડેટ
ઘરેથી જ અપોઇન્ટમેન્ટ બૂક કરીને જાઓ
સોશ્યલ મીડિયા પર DP બદલવા જેટલું સરળ
જેમ તમે સોશ્યલ મીડિયા યુઝ કરો છો તો થોડા થોડા સમયે ફોટો બદલી દેતા હશો. એટલી જ સરળ રીતે આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાનકાર્ડમાં ફોટો બદલી શકશો.
જનસેવા કેન્દ્ર તો જવું જ પડશે પરંતુ લાઇનમાં નહી ઉભા રહેવું પડે
આધારકાર્ડમાં માત્ર ફોટો જ નહી પરંતુ નામ, ઇમેઇલ આઇડી, ફોન નંબર, જન્મ તારીખ, લિંગ, બાયોમેટ્રીક, એડ્રેસ વગેરે પણ બદલી શકે છે. એક વખત તમારે આધારકેન્દ્ર જવું પડશે પરંતુ અપોઇમેન્ટ લઇને જશો તો ધક્કા નહી ખાવા પડે અને 100 રૂપિયા જેટલો ચાર્જ થશે.
કેવી રીતે બૂક કરશો અપોઇન્ટમેન્ટ
સૌથી પહેલા તમારે https://uidai.gov.in લખીને સર્ચ કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો
પહેલા જ પેજ પર તમને બૂક એન એપોઇન્ટમેન્ટનો ઓપ્શન દેખાશે. તમે તેના પર ક્લિક કરશો એટલે તમારું લોકેશન નાંખવાનું રહેશે. જો તમારે નજીકનું આધાર સેવા કેન્દ્ર જોઇએ છે તો રજીસ્ટ્રાર રન આધાર સેવા કેન્દ્ર પર સિલેક્ટ કરીને બૂક અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરો.
તે બાદ તમે નવા પેજ પર આવી જશો જ્યાં તમારે આધાર સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર નાંખવાનો રહેશે. બાદલમાં OTP આવશે તેને નાંખીને ક્લિક કરી દો.
લોગ ઇન કર્યા પછી તમને ઓપ્શન આપશે કે તમારે ન્યુ એનરોલમેન્ટ કરવું છે કે અપડેટ.
અપડેટ આધાર પર ક્લિક કરીને આગળની ડિટેઇલ્સ નાંખીને પ્રોસીડ કરી દો. બાદમાં તમારી અપોઇન્ટમેન્ટ બૂક કરી દો. આ જ પ્રોસેસને યુઝ કરીને તમે નામ કે ફોન નંબર પણ બદલી શકો છો.