હાલના દિવસોમાં લોકો અલગ અલગ સોશિયલ મીડિયાથી જોડાયેલા છે. એમાં Instagram Twitter અને Facebook સામેલ છે. આ દરમિયાન યૂઝર્સ પોતાના ફોલોઅર્સને વધારવા અલગ અલગ ઉપાયો અજમાવે છે. પરંતુ આજે અમે તમને એક એવી એપ વિશે જણાવીશું જેની મદદથી તમે સરળતાથી તમારા Instagram ફોલોઅર્સ વધારી શકો છો. એના માટે તમારે તમારા હેન્ડસેટમાં આ એપને ડાઉનલોડ કરવી પડશે.
આ એપનું નામ Hashtagift છે જેને તમારા ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરો. ત્યારબાદ categoriesમાં જાવ અને તમારો ફોટો જે કેટેગરીમાં આવે છે એને સિલેક્ટ કરો. આવું કરતાં જ તમારી સામે ઘણા હેશટેગ ઓપન થઇ જશે. ત્યારબાદ તમારે જે પણ હેશટેગ જોઇએ ત્યાંથી કોપી કરો અને ફોટોની સાથે ઇન્સ્ટાગ્રામ પર પેસ્ટ કરી દો. આવું કરતાં જ તમારા ફોટો ઇન્સ્ટાગ્રામ પર વધારે સર્ચ થવા લાગશે અને તમારા ફોલોઅર્સ પણ વધી જશે.
4Liker appને પણ તમારા ફોનમાં ડાઉલોડ કરી શકો છો. જો કે આ એપ પ્લે સ્ટોર પર મળશે નહીં. એને તમારે ગુગલ ક્રોમથી ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એપમાં insta tools માં ક્લિક કરીને લોગિંગ કરો.
ત્યારબાદ પેજ ઓપન કરીને ફોલોઅર પર ક્લિક કરો. ત્યારબાદ 70 લાઇકનું ઓપ્શન આવશે જેની પર ક્લિક કરીને તમારા ફોલોઅર્સ વધારી શકો છો.
નોંધનીય છે કે Instagramને સેલિબ્રિટીથી લઇને સામાન્ય લોકો સુધી ઉપયોગ કરે છે. એવામાં સેલિબ્રિટીના ફોલોઅર્સ તો સરળતાથી વધી શકે છે પરંતુ સામાન્ય લોકોને એના માટે ઘણી મહેનત કરવી પડે છે અને દરરોજ એક અલગ અલગ પોસ્ટ નાંખવી પડે છે કારણ કે એ અન્ય યૂઝર્સની વચ્ચે પોતાને ફેમસ કરી શકે અને ફોલોઅર્સ વધારી શકે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...
તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ