બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દુબળા પાતળા હોય તો વજન કેવી રીતે વધારવું? ઘરમાં જ છુપાયેલી છે હેલ્થી થવાની જડીબુટ્ટી

હેલ્થ ટિપ્સ / દુબળા પાતળા હોય તો વજન કેવી રીતે વધારવું? ઘરમાં જ છુપાયેલી છે હેલ્થી થવાની જડીબુટ્ટી

Last Updated: 08:44 PM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો પોતાના ઓછા વજનથી ચિંતિત હોય તેઓનું કોન્ફિડન્સ લેવલ પણ ખૂબ ઓછુ હોય છે. કેમ કે અમુક વખત આસપાસના લોકો તેઓની મજાક પણ ઉડાવતા હોય છે. પણ જો તમે અહીંયા જણાવેલ ડાયટને ફોલો કરો છો તો તમારુ વજન ઝડપથી વધવા લાગે છે.

આપણી આસપાસ અનેક લોકો વધારે વજનથી પરેશાન હોય છે. જોકે કેટલાક લોકો એવા હોય છે જે ખુદના પાતળા શરીરને લઈને ચિંતિત રહે છે. આવા લોકો પોતાનું વજન વધારવા માટે અનેક ઉપાયો પણ કરતા હોય છે. અમુક જણ પાતળા લોકોની મજાક પણ ઉડાવતા હોય છે, જેના કારણે તેમનો કોન્ફિડન્સ લેવલ પણ ખૂબ ઓછો થઈ જાય છે. જો તમે પણ તમારા પાતળાપણાને લઈ ચિંતિત રહો છો અને તમારી પર્સનાલિટીને સુધારવા માંગતા હોવ તો અમે તમારા માટે એક ડાયટ પ્લાન લઈને આવ્યા છીએ જેને તમે આસાનીથી ફોલો કરી શકો છો.

  • સંતુલિત આહાર
    પાતળા લોકોએ સૌ પહેલા તો તેમની લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરવો જોઈએ. તેમને પોતાના આહારને સંતુલિત કરવો જોઈએ અને પોતાની દિનચર્યામાં કસરતનો પણ સમાવેશ કરવો. જેમાં દરરોજ ઓછામાં ઓછા 7-9 કલાક ઊંઘનો પણ સમાવેશ થાય છે. એનાથી મસલ્સ રિકવરીની સાથે ગ્રોથ પણ થશે. તમારે જમવાનો સમય પણ ફિક્સ કરવો. દર બે કલાકે કંઈક હેલ્થી ખાતા રહો.
weight gain (2)
  • વિવિધ ફૂડ
    તમે ડાયટમાં વિવિધ પ્રકારના ફૂડનો સમાવેશ કરી શકો છો, જેમ કે કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્થી ફેટ. તમારા ભોજનમાં ચોખા, બટાકા, અનાજ, ઘી, માખણ, બદામ વગેરેનો સમાવેશ કરવો  જોઈએ. તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો પણ સમાવેશ કરવો જોઈએ. જેમાં તમે ઈંડા, ચિકન, ચીઝ, કઠોળ, સોયા, માછલી, દૂધ જેવી વસ્તુઓ ખાઈ શકો છો. વજન વધારવા માટે ડેરી પ્રોડક્ટનો પણ સમાવેશ કરવો જોઈએ.

વધુ વાંચો : વજન વધતો અટકી જશે, પેટ પણ રહેશે સાફ, બસ સતત 30 દિવસ સુધી ખાઓ આ ફળ

  • કસરત
    પાતળા લોકોએ તેમના રોજિંદા જીવનમાં કસરતનો સમાવેશ કરવો જોઈએ. જો તમે પાતળા છો તો તમે જીમમાં જઈ શકો છો, યોગ કરી શકો છો અથવા કોઈપણ પ્રકારની કસરત કરી શકો છો. કસરત કરવાથી તમારી મસલ્સ ખૂબ ઝડપથી વધશે. તો પાતળા લોકોએ દોડવા અને સાયકલ ચલાવવા જેવી વધુ પડતી કસરતો ન કરવી જોઈએ. તે ખૂબ જ ઝડપથી વજન ઘટાડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weight Gain Weight Lose Diet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ