બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / how-to-do-online-premium-payment-know-step-by-step

NULL / LIC એ શરૂ કરી મોટી ઓનલાઇન સેવા આવી રીતે ઊઠાવો ફાયદો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જો તમે LIC પોલિસીના પ્રીમિયમને સમયથી ભરી શકતા નથી અને તમને એની બ્રાંચ જઇને જમા કરવાનું ઝંઝટનું કામ લાગે છે તો હવે આ સમસ્યા ખતમ થઇ શકે છે. હવે તમે ઓનલાઇન પ્રીમિયમ ભરીને દરેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો. દરેક વીમા કંપનીઓએ પ્રીમિયમની ચુકવણી ઓનલાઇન કરીવાની સુવિધા આપી આપી દીધી છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કેવી રીતે તમે LICના પ્રીમિયમની ઓનલાઇન ચુકવણી કરી શકો છો. 

LICની વેબસાઇટ દ્વાર પ્રીમિયમ પેમેન્ટ
એના માટે તમે www.licindia.in  વેબસાઇટ પર જાવ. ત્યાં પે પ્રીમિયમ ઓપ્શન પર ક્લિક કરો. આ ઓનલાઇન સર્વિસ પોર્ટલ પર મળશે. અહીંયા તમને બે વિકલ્પ મળશે. સીધું પેમેન્ટ કરો અને કસ્ટમર પોર્ટલની મદદથી પેમેન્ટ કરો. 

સીધું પેમન્ટ કરવું
આ વિકલ્પ દ્વારા તમે ત્રણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પ્રીમિયમ પેમેન્ટ લોન રીપેમ્નટ લોનના વ્યાજની ચુકવણી કરી શકો છો. 



https://ebiz.licindia.in/D2CPM/#DirectPay લિંક પર જઇને ડ્રોપડાઉનમાં રીન્યૂઅલ પ્રીમિયમ સિલેક્ટ કરો. ત્યારબાદ એક પોપ અપ વિંડો ખુલશે. એમાં પ્રોસીડ બટન પર ક્લિક કરો. 

તમને અહીંયા પોલિસી નંબર પ્રીમિયમની રકમ  વગેરેની જાણકારી નાંખવાની જરૂરી છે. ધ્યાનમાં રાખો કે તમારી દરેક જાણકારીઓ સાચી રીતે દાખલ કરી રહ્યા છો. સમય પર જો તમે જાણકારી દાખલ નહીં કરો તો સેશન એક્સપાયર થઇ જશે અને તમારે દરેક જાણકારી ફરીથી નાંખવી પડશે. કેપ્ચા કોડ નાંખો હું સહેમત પર ક્લિક કરો અને સબમિટ કરો. 

જો તમારી પાસે એકથી વધારે પોલિસી છે અને તમે એના દરેકનું પ્રીમિયનું પેમન્ટ કરવા ઇચ્છો તો સ્ક્રોલ ડાઉન કરવા પર તમે જોઇ શકશો. એક વખત એમાં પોલિસી  નંબર અને પ્રીમિયમની રકમ નાંખ્યા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરી દો. દરેક વિવરણને બરોબર ચેક કર્યા બાદ જ્યારે તમે સબમિટ કરો છો તો તમારી સામે પેમેન્ટ કરવાનો વિકલ્પ આવે છે. 



હવે તમને સ્ક્રીન પર એવું દેખાશે કે તમે કેટલી પોલિસીના પ્રીમિયમની ચુકવણી કરી રહ્યા છો. એની સાથે જ તમે પ્રીમિયમની કુલ રકમ માટેની જાણકારી અહીંયા મળશે. ત્યાર બાદ તમે ચેક એન્ડ પે પર ક્લિક કરીને પ્રીમિયમનું પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ તમે ઇન્ટરનેટ બેકિંગ ઇ વોલેટ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ UPI અથવા એક્સિસ પે UPIની મદદથી પ્રીમિયમ પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટનો મોડ સિલેક્ટ કર્યા બાદ તમે પ્રીમિયમ ની ચુકવણી કરી શકો છો. 

જો તમે પહેલાથી જ LIC ની પોર્ટલ પર રજિસ્ટર્ડ છો તો તમને તમારા અકાઉ્ટમાં લોગ ઇન કરવું પડશે. જો તમે રજિસ્ટર્ડ ગ્રાહક નથી તો તમારે આ રજિસ્ટર કરવું પડશે. રજસિટર કરવા માટે તમે સાઇન પર ક્લિક કરો. અહીંયા તમને પોલિસી નંબર પ્રીમિયમની રકમ જન્મદિવસ મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી નાંખવાની જરૂર પડશે. એક વખત વેબસાઇટ પર રજિસ્ટર કર્યા બાદ તમારે સાઇટ પર લોગ ઇન કરી પેમેન્ટ કરવું પડશે. 

તમારા અકાઉન્ટમાં જરૂરી સૂચના નાંખ્યા બાદ લોગ ઇન કરો. લોગ ઇન કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ પર ક્લિક કરો. અહીંથી તમે પેમેન્ટ કરનાપી વિંડો પર પહોંચી જશો. એ પોલિસીને પસંદ કરો જેના માટે પ્રીમિયમની ચુકવણી કરવાની છે. ત્યારબાદ ચેક એન્ડ પે પર ક્લિક કરો. 



પોર્ટલ પેમેન્ટ પહેલા તમારે મોબાઇલ નંબર ઇમેલ આઇડી અને પ્રીમિયનની રકમને તન્ફર્મ કરવા માટે કહેશે. ચેક એન્ડ પે પર ક્લિક કર્યા બાદ આગળ વધો અહીંયા તમે પેમેન્ટ ગેટ વે પસંદ કરો અને પ્રીમિયમની ચુકવણી પૂર્ણ કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ