- Aadhaar Cardમાં ઓનલાઇન-ઓફલાઇન આ રીતે કરો સુધારો
- આ રીતે બદલો મોબાઇલ નંબર, નામ અને એડ્રેસ
- હવે આધાર મોટા ભાગે થઇ ગયું છે ફરજિયાત
વાસ્તવમાં, જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામું, નામ અથવા મોબાઇલ નંબર બદલવા ઇચ્છો છો તો પછી એક વાર જરૂરથી આ વાંચી લો. જો તમારો નંબર બદલાઈ ગયો હોય તો પણ તમે તમારા આધાર કાર્ડ સાથે UIDAI વેબસાઈટ પર જઈને તમારો નવો મોબાઈલ નંબર બદલી શકશો. ત્યારે આજે અમે તમને એ માટે જણાવીશું એવાં સ્ટેપ્સ કે જેને ફોલો કરી તમે ઘરે બેઠાં જ મોબાઇલ નંબર, એડ્રેસ અને નામમાં પણ ફેરફાર કરી શકશો.
આધારમાં આ રીતે બદલો નામ, એડ્રેસ અથવા ફોન નંબર એ પણ Online
- સૌથી પહેલાં તો UIDAIના ઓફિશિયલ પોર્ટલ https://ask.uidai.gov.in/ પર જાઓ અને તમારા કમ્પ્યુટર પર ઓપન કરો.
- મોબાઈલ નંબર અને Captcha ની મદદથી લોગ ઇન કરવાનું કામ કરો.
- તમારી પાસેથી જે વિગતો પૂછવામાં આવે છે તેને ભરો.
- સંપૂર્ણ વિગતો ભર્યા બાદ Send OTP પર ક્લિક કરવાનું કામ કરો.
- તમારા મોબાઈલ પર એક OTP આવશે.
- જમણી બાજુએ આપેલા બોક્સમાં આ OTP લખો અને સબમિટ OTP પર ક્લિક કરો.
- હવે તમે આગલા પેજ પર જાઓ. અહીં Aadhaar Services New Enrollment and Update Aadhaar નો વિકલ્પ દેખાશે. અહીં અપડેટ આધાર પર ક્લિક કરો.
- આગલી સ્ક્રીન પર તમે નામ, આધાર નંબર, રહેઠાણનો પ્રકાર અને તમે શું અપડેટ કરવા માંગો છો જેવાં વિકલ્પો દેખાવા લાગશે.
- અહીં તમને ઘણા ફરજિયાત વિકલ્પો મળશે, જે તમારે ભરવાના રહેશે. ‘what do you want to update’ વિભાગ પર મોબાઇલ નંબર પસંદ કરો.
- આગળના પેજ પર તમને મોબાઈલ નંબર અને કેપ્ચા લખવાનું કહેવામાં આવશે. પૂછવામાં આવતી તમામ વિગતો ભરો.
- હવે Send OTP પર ક્લિક કરો.
- હવે તમારા મોબાઈલ પર આવેલા OTPને એન્ટર કરો અને તેને વેરિફાઈ કરો.
- હવે Save અને Proceed પર ક્લિક કરો.
- છેલ્લી વખત ફરી બધી વિગતોને ચેક કરો.
- જો બધી વિગતો સાચી હોય, તો હવે તમે સબમિટ બટન દબાવો.
- હવે તમને એપોઇન્ટમેન્ટ ID સાથે સક્સેસ સ્ક્રીન મળશે.
- અહીં બુક એપોઇન્ટમેન્ટ વિકલ્પ પર ક્લિક કરો અને આધાર એનરોલમેન્ટ સેન્ટરમાં સ્લોટ બુક કરવાનું કામ કરો.
જાણો ઑફલાઇનની કઇ છે રીત?
- જો તમે તમારા આધારમાં કેટલાંક ફેરફારો કરવા માંગો છો, તો પછી જાતે જ આધાર એનરોલમેન્ટ અથવા અપડેટ સેન્ટર પર જાઓ.
- અહીં તમે આધાર અપડેટનું ફોર્મ ભરો.
- ફોર્મ પર તમારો વર્તમાન મોબાઇલ નંબર એન્ટર કરો.
- આધાર નોંધણી કેન્દ્ર પર હાજર પ્રતિનિધિ તમારી વિનંતી રજીસ્ટર કરશે.
- તમારી વિનંતી રજીસ્ટર કર્યા બાદ અહીંથી તમને એક પાવતી મળશે. જેની પર URN અપડેટ રિક્વેસ્ટ નંબર એન્ટર કરવામાં આવશે.
- આ સર્વિસ માટે તમારે 25 રૂપિયા ચૂકવવા પડશે.