- આ રીતે કરો કેરીની ઓળખ
- કેરી પાકી છે કે કાચી તે જાણવા કામની છે ટિપ્સ
- નાની પણ કામની છે આ ખરીદમાં કામની વાતો
હાલમાં માર્કેટમાં કેમિકલ વાળી કેરીઓ વધારે પ્રમાણમાં મળી રહી છે. કાચી કેરીને કેલ્શિયમ કાર્બાઈડની મદદથી પકવવામાં આવે છે જે હેલ્થને નુકસાન કરે છે. તો તમે પણ નાની અને ખાસ ટિપ્સથી ઓળખી લો મસ્ત અને પાકી તથા નેચરલ કેરીને અને પછી માણો મજા.

- જરૂરી નથી કે જે કેરી પીળી હોય તે પાકેલી હોય છે. કુદરતી રીતે પાકેલી કેરીનો રંગ લીલો અને નારંગી હોય છે.
- પાકેલી કેરીના ડીંટાની પાસે ખાસ સુગંધ આવે છે જ્યારે કાર્બાઈડથી પકવેલી કેરીની કોઈ સુગંધ હોતી નથી.
- જો કેરીમાં કોઈ પણ પ્રકારના આલ્કોહોલ, કાર્બાઈડ કે અન્ય કોઈ સ્મેલનો અનુભવ થાય છે તો તે કેરી ન ખરીદો. તે પાકી હશે પણ અંદરથી બગડેલી હોઈ શકે છે.
- સારી કેરી પર સામાન્ય સિવાય કોઈ ડાઘ હોતા નથી. જ્યારે કેમિકલ વાળી કેરીનો રંગ 2-3 દિવસમાં કાળો થાય છે.
- પાકેલી કેરી સરળતાથી દબાઈ જાય છે.

- પાકેસા ફળનું વજન અને કલર એક સમાન હોય છે. સ્વાદમાં પૂરું ફળ એક સમાન મીઠું હોય છે. આ લાંબા સમય સુધી ખરાબ થતા નથી.
- શક્ય હોય તો બજારથી કેરી ખરીદવાને બદલે સીધા બગીચાથી ખરીદો. અને ઘાસ કે કાગળ કે ડુંગળી કે પછી કોથળા રાખીને ઘરે પકવો.
- બહારથી લાવેલી કેરીને પાણીથી ધોઈને પછી 1-2 કલાક ઠંડી જગ્યાએ રાખો. પછી ઉપયોગમાં લો.