બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણો નિયમ, નહીંતર થઈ જશે નુકસાન
Last Updated: 09:05 PM, 30 September 2024
બદામથી શરીરને અનેક લાભ થાય છે. તેમાં અનેક પોષક તત્વ સામેલ હોય છે. બદામ વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપુર હોય છે. પરંતુ દિવસ દરમિયાન બદામ કેટલી ખાવી જોઈએ તે આપણે આ આર્ટિકલમાં જાણવાનો પ્રયાસ કરીશું. નહીં તો તેના વધુ સેવનથી નુકશાન થઇ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પુરુષો માટે કંઇ રામબાણથી કમ નથી આ 2 ચીજોનું કોમ્બિનેશન, હેલ્ધી હેલ્થ માટે આજથી જ સેવન શરૂ કરો
ADVERTISEMENT
હૃદય માટે હેલ્થી - બદામમાં અનસેચુર્ટેડ ફેટ હોય છે, જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે છે. બદામ ફાઈબરથી પણ ભરપૂર હોય છે, જે હૃદયના હેલ્થને જાળવી રાખવાનું કામ કરે છે.
ADVERTISEMENT
વજન નિયંત્રિત કરે છે : બદામમાં ફાઇબર અને પ્રોટીન બંનેનું સારું એવું પ્રમાણ હોય છે. તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે. જેથી અનિયમિત ખાવાની આદતોને બંદ થાય છે. આથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
ADVERTISEMENT
બ્લડ સુગર કંટ્રોલ :અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, બદામ ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. બદામમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે રક્ત શુગરના અવશોષણને સ્લો કરે છે.

ADVERTISEMENT
પાચનમાં સુધાર : બદામ ખાવાથી પાચનતંત્રમાં સુધાર આવે છે. જે કબજિયાતને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. બદામમાં પ્રોબાયોટીક્સ પણ હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.
વધુ વાંચો : હાર્ટ માટે સૌથી વધારે હેલ્ધી મનાય છે ખાવાની આ ચીજવસ્તુઓ, આજથી જ કરો ડાયટમાં સામેલ
ADVERTISEMENT
મગજ હેલ્થી રહે છે : બદામમાં રાઈબોફ્લેવિન અને વિટામિન ઇ જેવા પોષક તત્વો સામેલ હોય છે, જે મગજના સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે. બદામમાં એન્ટીઑકિસડન્ટ પણ હોય છે. જે ઓક્સિડેટીવ તણાવથી બચાવે છે.
ત્વચાની હેલ્થ : બદામમાં વિટામિન E હોય છે જે ત્વચામાં નમી બનાવી રાખે છે. તેના સેવનથી સમય પહેલા મોટી ઉમ્મર પણ દેખાતી નથી. તેના એન્ટીઑકિસડન્ટ ત્વચાને ફ્રી રેડિકલથી થનારા નુકસાનથી પણ બચાવે છે.

ઉલ્લેખનીય છે કે, બદામના આટલા ફાયદા હોવા છતાં તે વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ કે બદામમાં વધુ કેલરી હોય છે. જેથી તેના વધુ પડતા સેવનથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે. જેથી તેના સેવન વખતે તેના પ્રમાણને ધ્યાનમાં રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.