બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / પુરુષો માટે કંઇ રામબાણથી કમ નથી આ 2 ચીજોનું કોમ્બિનેશન, હેલ્ધી હેલ્થ માટે આજથી જ સેવન શરૂ કરો

આરોગ્ય / પુરુષો માટે કંઇ રામબાણથી કમ નથી આ 2 ચીજોનું કોમ્બિનેશન, હેલ્ધી હેલ્થ માટે આજથી જ સેવન શરૂ કરો

Last Updated: 12:47 PM, 30 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે પુરુષો કમજોરી, થાક અનુભવતા હોય, દુબળા પાતળા હોય તેઓ માટે દૂધ અને કેળાનું એક સાથે સેવન ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આ બંને વસ્તુમાં અનેક પોષક તત્વો સામેલ હોય છે. જે પેટની સમસ્યા પણ દૂર કરે છે.

સારા સ્વાસ્થ્ય માટે હેલ્થી ડાયટ ખૂબ જરૂરી છે. આ માટે અનેક લોકો ડાયટમાં પોષક તત્વોવાળો ખોરાક સામેલ કરતા હોય છે. જેમાં અનેક લોકો દૂધ અને કેળા પણ ખાતા હોય છે. પરંતુ અમુક લોકો આ બંને વસ્તુનું સેવન અલગ અલગ કરતા હોય છે. પણ તમે આ બંને વસ્તુનું સેવન એક સાથે કરો છો તો હેલ્થ સંબધિત અનેક સમસ્યા દૂર થઈ શકે છે. આજે અહીંયા જાણીશું કે એક સાથે કેળા અને દૂધનું સેવન કરવાથી હેલ્થને કયા કયા ફાયદા થાય છે.

વધુ વાંચો : હાર્ટ માટે સૌથી વધારે હેલ્ધી મનાય છે ખાવાની આ ચીજવસ્તુઓ, આજથી જ કરો ડાયટમાં સામેલ

  • કેળા અને દૂધમાં કયા પોષક તત્વ હોય છે

કેળામાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, પોટેશિયમ, નિયાસિન અને ફોલિક એસિડ જેવા તત્વો હોય છે. તો દૂધમાં વિટામિન એ, વિટામિન ડી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ તમામ તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

  • દૂધ અને કેળા સાથે ખાવાના ફાયદા

એનર્જી વધારશેઃ એક્સપર્ટ અનુસાર, જે  પુરુષો કમજોરી કે થાક અનુભવે છે તેમણે રાત્રે સૂતા પહેલા દૂધ અને કેળાનું સાથે સેવન કરવું જોઈએ. દૂધ અને કેળાનું એક સાથે સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. આ સિવાય પુરુષોની શારીરિક કમજોરી પણ દૂર થાય છે.

બીપી કંટ્રોલ : દૂધ અને કેળાનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તેનું સાથે સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકાય છે. દૂધ અને કેળા બંને પોટેશિયમથી ભરપૂર હોય છે, આ તત્વ બીપીના દર્દીઓ માટે ગુણકારી સાબિત થાય છે.

Banana Milk

દુબળાપણુ દૂર કરે છે:  જે લોકો દુબળા પાતળા હોય તેઓ માટે દૂધ અને કેળાનું એક સાથે સેવન કરવાથી ફાયદો થાય છે. રાત્રે સૂતા પહેલા આ કેળા અને દૂધના સેવનથી ઝડપથી વજન વધારવામાં મદદ મળે છે. જેના માટે એક ગ્લાસ દૂધમાં કેળા, મધ અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ  કરી પછી તેને પીવો.

PROMOTIONAL 9

પેટ માટે ફાયદાકારકઃ દૂધ અને કેળાનું સેવન પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ અને કેળામાં વિટામિન અને ફાઈબર હોય છે, જે પાચનશકતી સુધારવામાં મદદરૂપ થાય છે.જો તમે નિયમિતપણે રાત્રે દૂધ અને કેળાનું સેવન કરો છો, તો તમને ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Banana Milk Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ