ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Hong Kong to cull 2,000 hamsters and small mammals over Covid case

મહામારી / વિશ્વની પ્રથમ ઘટના : એક ઝાટકે અહીં 2000 ઉંદરને કોરોના થતા ફફડાટ, અધિકારીએ કહ્યું તમામને મારી નાંખો

Published By: Hiralal

Last Updated: 06:42 PM, 18 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોંગકોંગમાં એકીસાથે 2000 ઉંદર (હેમ્સ્ટર) કોરોના પોઝિટીવ નીકળતા ખળભળાટ મચ્યો છે.

ADVERTISEMENT

  • હોંગકોંગમાં એકીસાથે 2000 ઉંદર કોરોના પોઝિટીવ નીકળ્યાં
  • પાલતૂ જીવના સ્ટોરમાં ઉંદર સંક્રમિત જોવા મળ્યાં
  • પાલતૂ જીવના સ્ટોરમાં કોરોના પોઝિટીવ દર્દી કામ કરતો હતો
  • તમામ ઉંદરોને મારી નાખવાનો આદેશ
  • મોટી સંખ્યામાં પાલતુ જીવોના કોરોના સંક્રમણની વિશ્વની પહેલી ઘટના 

નાના જીવજંતુમાં મોટાપાયે કોરોના ફેલાયો હોવાની વર્લ્ડની પહેલી ઘટના હોંગકોંગમાં બની છે. મંગળવારે હોંગકોંગ સરકારે એવું જણાવ્યું કે દેશમા લગભગ 2000 ઉંદર સંક્રમિત થતા ચિંતા વધી છે. કોરોના ઉંદરમાંથી માનવમાં પણ ફેલાઈ શકે છે માટે વેળાસરના પગલાં ભરાઈ રહ્યાં છે. 

પાલતૂ જીવના સ્ટોરમાં ઉંદરો કોરોના પોઝિટીવ નીકળ્યાં
સરકારે જણાવ્યું કે પાલતૂ જીવના એક સ્ટોરમાં ઘણા ઉંદરો કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા કારણ કે ત્યાં કોરોનાનો એક દર્દી કામ કરી રહ્યો હતો તેથી કોરોનાના દર્દીએ ઉંદરોને ચેપ લગાડ્યો હોવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું કે દાંતથી કરડી નાખાર નાના જીવની આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉંદરોના સ્ટોરમાં કામ કરતો એક કર્મચારી કોરોના પોઝિટીવ થયો હતો જે પછી તમામ જીવોને તપાસ કરવામાં આવી હતી જેમાં આ ઘટના સામે આવતા અધિકારીઓએ ફફડી ઉઠ્યાં હતા. 

તમામ ઉંદરોને મારી નાખવાનો આદેશ 
એકીસાથે 2000 ઉંદર કોરોના પોઝિટીવ નીકળતા અધિકારીઓ અને સરકાર ફફડી ઉઠી છે. તકેદારીના પગલારુપે અધિકારીઓેએ પાલતૂ જીવના સ્ટોર માલિકને તમામ ઉંદરોને મારી નાખવાનો આદેશ આપ્યો છે જેથી કરીને કોરોના મનુષ્યોમા ન ફેલાય. તે ઉપરાંત પાલતુ જીવોની ખરીદી અને વેચાણ બંધ કરવાનો પણ આદેશ અપાયો છે. આ સ્ટોરમાંથી પાલતુ જીવો ખરીદનાર લોકોને કોરોના ટેસ્ટિંગ કરવાનો ઓર્ડર કરાયો છે તથા જ્યાં સુધી આ લોકોનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી લોકોને વચ્ચે ન આવવાની અપીલ કરાઈ છે. 

પાલતૂ જીવોમાંથી મનુષ્યોમાં કોરોના ફેલાવવાની કેટલી શક્યતા
પાલતૂ જીવોમાંથી મનુષ્યોમાં કોરોના ફેલાવવાની કેટલી શક્યતા છે જોકે અધિકારીઓએ આ વાત માનવાનો ઈન્કાર કર્યો છે. તેમ છતાં પણ તકેદારીના પગલાં રુપે તમામ ઉંદરોની કતલના આદેશ અપાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

000 Hamsters Corona pandemic Hong Kong to Kill 2 World Corona કોરોના મહામારી વર્લ્ડ કોરોના હોંગકોંગમાં કોરોના hamsters culling

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ