ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Home Remedies That Really Works in many problems

ઉપચાર / રોજ 2વાર આ રસ પીવાથી મટી જશે બીપી, પેટ ફુલવાની સમસ્યા અને ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ છે આ નુસખા

Published By: Noor

Last Updated: 03:19 PM, 20 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકો એવા હોય છે નાની અમથી સમસ્યાઓમાં પણ ડોક્ટર પાસે દોડી જાય છે અને દવાઓ ખાઈને કામચલાઉ સ્વાસ્થ્ય સુધારી લે છે. પણ આપણાં ઘરમાં અને રસોડામાં ઘણાં એવા નુસખાઓ હોય છે જેને અપનાવીને નાની-નાની સમસ્યાઓને દવાઓ વિના જ ઠીક કરી શકાય છે. જેથી આવા જ કેટલાક અક્સિર અને કામના નુસખાઓ વિશે અમે આજે તમને જણાવીશું.

ADVERTISEMENT

નાની-નાની સમસ્યાઓ માટે અક્સિર નુસખાઓ

  • રોજ દિવસમાં 2વાર બીટનો રસ પીવાથી લો બીપીની પ્રોબ્લેમ કંટ્રોલમાં રહે છે.
  • કડવા લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. રોજ લીમડાનો રસ પીવાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહેશે.
  • એસિડિટીની સમસ્યાથી બચવા ખાવાનું હંમેશા ચાવીને ખાઓ અને જરૂરિયાત કરતા ઓછું ખાઓ. હંમેશા મરચાં-મસાલાવાળું અને વધારે તળેલું ભોજન લેવાનું ટાળો.
  • ચંદનના પાવડરને નારિયેળ તેલ અને બદામના તેલ સાથે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અડધા કલાક સુધી ચહેરા પર લગાવેલી રાખો અને બાદમાં ઠંડા પાણીથી ધોઇ લો. આનાથી ટેનિંગનો પ્રોબ્લેમ દૂર થશે. 
  • જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
  • તુલસીનો રસ અને લીંબુના રસનું મિશ્રણ પણ દાદર પર ઉપયોગી છે. બંનેનો રસ સમાન ભાગે લઈને અસરગ્રસ્ત ભાગ પર લગાવો.
  • પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 લીંબુનો રસ મિક્સ કરીને પીવો. અથવા બ્રેકફાસ્ટ કરીને ગ્રીન ટીમાં લીંબુ નાંખીને પણ પી શકો છો. 
  • રોજ રાત્રે અડધી ચમચી મધ, થોડાં લીંબુના રસના ટીપાં, 1 ચમચી ગ્લિસરીન અને અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવીને સ્કિન પર લગાવવાથી સ્કિન સુંવાળી બને છે. 
  • 1-1 ચમચી મધ અને હળદરના પાઉડરને મિક્સ કરીને રેગ્યૂલર લેવાથી નબળાઇમાં ઝડપથી રાહત મળે છે.
  • ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Home Remedies Problems Remedies

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ