બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / home remedies for fever flu cold hair and teeth neem and basil health benefits

ધરેલૂ નુસ્ખા / વારંવાર પડો છો બિમાર તો ઉપયોગ કરો આ 5 પત્તા, કોઇ પણ રોગ જડમૂળથી થશે ખતમ

Published By: Krupa

Last Updated: 11:34 AM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિઝનના બદલાવની બિમારી હોય કે લાંબા સમયથી ચાલી રહેલો કોઇ જૂનો રોગ ગોય. ઘણી વખત જોવા મળે છે કે ઘણી બિમારીઓ કાયમી થઇ જાય છે. એવું નથી કે એની કોઇ સારવાર નથી પરંતુ રોગી વારંવાર એનાથી પીડિત થાય છે.

એલર્જી થાય કે શરદી અથવા પેટથી જોડાયેલી કોઇ સમસ્યા ઘણી વખત બિમારીઓની સારવાર ઘણા પ્રકારની ચિકિત્સા પદ્ધતિમાં પણ થતી નથી. એવામાં રોગી તો પરેશાન થાય જ છે પરંતુ આ નાની બિમારીઓ માનસિક રૂપથી ફ્રસ્ટ્રેશન પણ થઇ જાય છે. પરંતુ એવી જ મોસમી અને ઘમી પ્રકારની બિમારીઓમાં કેટલાક પત્તા ખૂબ જ લાભકારી હોય છે. ચલો તો જાણીએ કયા પ્રકારના પત્તા હોય છે આ અને કેવી રીતે પહોંચાડે છે ઘણા પ્રકારની બિમારીઓમાં રાહત?

લીમડો, તુલસી, બબૂલ, બડ અને પ્લમના પાનમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. આ પત્તા ઘણા પ્રકારની બિમારીઓમાં ઘરેલૂ નુસ્ખા તરીકે ઉપયોગ થાય છે. ચામડીના રોગથી લઇને પેઢાની સમસ્યા અને વાળ ખરવાની સમસ્યામાં આ પાન અંગ્રેજી દવાઓથી વધારે કારગર સાબિત થાય છે. 

લીમડાના પત્તા ખૂબ જ લાભકારી હોય છે. જો તમે સવારે ખાલી પેટ લીમડાના 10 12 પાન પીસીની પીવો છો તો તમને ક્યારેય ચામડીના રોગ થશે નહીં. આ ઉપરાંત લીમડાના પાનમાં ઉકાળીને માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા ખતમ થઇ જશે. જૂની સમસ્યામાં પણ લીમડાના પાન ફાયદાકારક હોય છે. 

તુલસીના પાનની ચા પીવાથી શરદી ખાસીમાં આરામ મળે છે. જો તમે દરરોજ સવારે તુલસીના પાનની ચા પીવો છો અથવા નિયમિત રીતે તુલસીના પાન ખાવ છો તો તમને ઘણા પ્રકારની બિમારીઓથી છુટકારો મળે છે. 

લીમડા અને તુલસીની જેમ બબૂલના પાન પણ ખૂબ લાભકારી હોય છે. બબૂલના પાનને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. 

લીમડાની જેમ પ્લમના પાન પણ વાળ ખરવાની સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. પ્લમના પાન અને લીમડાના પાનની ઝીણા પીસીને લીંબૂનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Home Remedies lifestyle ઘરેલૂ નુસ્ખા તુલસીના પાન લીમડાના પાન Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ