બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / Home Remedies for Beauty, try this things from your kitchen
ADVERTISEMENT
સ્કીન
ચહેરાનો રંગ નિખારવા માટે તમે તેની પર બટાકાનો રસ લગાવો. હવે તેને સૂકાઈ જવા દો. સૂકાયા બાદ ધોઈ લો. આ ઉપાય તમારા રંગને નિખારે છે અને સાથે તમારા ડાર્ક સર્કલ્સની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી આંખોને ઠંડક મળે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી લાભ થાય છે.
હાથ -પગ
હાથ પગની દેખરેખ પણ જરૂરી છે. અઠવાડિયામાં 1-2 વાર તેને સ્ક્રબ કરો. તેની સ્કીન મુલાયમ રહે તે માટે તેની પર કાચું દૂધ લગાવીને રહેવા દો. થોડી વાર પછી તે સૂકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ધોઈ લો. સ્કીનમાં ચમક જોવા મળશે.
ADVERTISEMENT
વાળ
વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે ડુંગળીનો રસ લગાવો. થોડી વાર રહેવા દો અને પછી શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો. ડુંગળીનો રસ અઠવાડિયે એકથી બે વાર લગાવવાથી વાળની ચમક પણ જળવાઈ રહે છે.
ADVERTISEMENT
બોડી મસાજ
નિયમિત રીતે આખા શરીરે સરસિયાના તેલનું મસાજ કરો. તે શરીરની શુષ્કતા દૂર કરશે અને સ્કીન પણ સારી રહેશે.
ADVERTISEMENT
નખ
હાથ અને પગની સાથે નખની સુંદરતા પણ જરૂરી છે. તેની પર લીંબુ લગાવતા રહો. તેનાથી નખ મજબૂત બને છે અને ચમક પણ વધે છે.
ગરદન
ચહેરાની સફાઈ તો થઈ જાય છે પણ ગળા અને ડોકની સફાઈ માટે ખાંડનો ઉપયોગ કરી શકાય છે. ગળા કે ડોકને ભીનું કરી લો અને ખાંડને હાથમાં લઈને તેની પર સ્ક્રબ કરો. આમ કરવાથી ગળું કે ડોક ક્લીન થઈ જશે.
ADVERTISEMENT
તો હવે તહેવારમાં વગર ખર્ચે તૈયાર થઈ જાઓ અને પાડી દો તમારો વટ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.