બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન બ્રિટનની સામાન્ય ચૂંટણી ૧૫ ઓક્ટોબરે જ યોજાઈ જાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ સંસદમાં એમને મચક નથી મળી રહી. બોરીસ ૩૧ ઓક્ટોબરે જ EU સાથે ડીલ થાય કે ન થાય તેની પરવા કાર્ય વગર બ્રેક્ઝિટ કરવા ઉતાવળા થયા છે.
તો આ ઘટનાઓ સમજતા પહેલા આપણે આ વિવાદ સરળ શબ્દોમાં સમજી લઈએ.
ADVERTISEMENT
બ્રેક્ઝિટ શું છે?
બ્રેક્ઝિટ બ્રિટન એક્ઝીટ પરથી આવેલો શબ્દ છે. જેનો અર્થ છે બ્રિટન દેશનું યુરોપિયન યુનિયન જૂથમાંથી બહાર નીકળવું.
ADVERTISEMENT
બ્રિટન, યુનાઈટેડ કિન્ગ્ડમ, અને ઇંગ્લેન્ડ વચ્ચે શું ભેદ છે?
ADVERTISEMENT
આપેલ મેપમાં જોઈ શકાય છે તે મુજબ ઇંગ્લેન્ડ, સ્કોટલેંડ અને વેલ્સ આ ત્રણ દેશો ભેગા મળીને ગ્રેટ બ્રિટન બનાવે છે. જયારે આ ત્રણેય દેશો અને આયર્લેન્ડનો ઉત્તરી ભાગ (નોર્ધન આયર્લેન્ડ) આ ૪ ક્ષેત્રો ભેગા થઇને UK બનાવે છે.
યુરોપિયન યુનિયન શું છે?
ADVERTISEMENT
યુરોપિયન યુનિયન એ ૨૮ યુરોપના દેશોનો બનેલો સમૂહ છે. આ જુથે પોતાના દેશોના આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ માટે યુરોપિયન યુનિયન જૂથને એક મોટા દેશ તરીકેનો દરજ્જો મળ્યો હોય તેવી વ્યવસ્થા ગોઠવી છે. યુરોપિયન યુનિયનના કોઈ પણ દેશમાં રહેતો વ્યક્તિ યુરોપિયન યુનિયનનાં બીજા કોઈ પણ દેશમાં વસવાટ કરી શકે છે, ધંધો કરી શકે છે અને પાસપોર્ટ વિઝા વગર ટ્રાવેલ કરી શકે છે. તમામ ૨૮ દેશોએ એકબીજા સાથેના વ્યાપાર, બીજા દેશો સાથેના વ્યાપાર, ઉત્પાદનની આયાત, નિકાસ વગેરેની એવી ગોઠવણ કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમામ સભ્યોને લાભ મળી રહે. આ જુથ સભ્યદેશો પાસેથી સભ્યપદ અને તેમને મળતા આર્થિક લાભોના બદલામાં મેમ્બરશીપ ફીઝ વસુલ કરે છે.
બ્રિટનનાના EU સાથેના સંબંધો
ADVERTISEMENT
બ્રિટનનની જનતાએ ૧૯૭૫માં એક જનમતમાં ૬૮%ની બહુમતી સાથે યુરોપિયન યુનિયનમાં જોડાવાની તરફેણ કરી. બ્રિટનમાં UKIP એટલે કે યુનાઈટેડ કીન્ગ્ડમ ઈન્ડીપેનડંસ પાર્ટી વર્ષોથી યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનને આઝાદ કરવાની ચળવળમાં અગ્રેસર હતી. આ પાર્ટીને યુરોપિયન યુનિયનની ૨૦૧૪ની ચુંટણીમાં ૨૫% સીટો મળી હતી. આમ બ્રિટનમાં યુરોપિયન યુનિયન છોડવાનો વિચાર પ્રબળ બની રહ્યો હતો.
EU છોડવાની માંગણી કેમ પ્રબળ બની છે?
EUની તરફેણ કરનારાઓની શું દલીલ હતી?
૨૦૧૬નો જનમત
૨૦૧૫માં બ્રિટનનાં વડાપ્રધાન ડેવિડ કેમરૂને પ્રજાને વચન આપ્યું કે તેઓ આ મુદ્દે ફરી જનમત લેશે. કેમરૂનને ખાતરી હતી કે પ્રજા EUમાં રહેવાની તરફેણમાં છે. આશ્ચર્યજનક રીતે ૨૦૧૬માં કુલ વસ્તીના ૭૨%ના ઐતિહાસિક મતદાનમાં ૫૨% લોકો એ EU છોડવા માટે અને ૪૮% લોકોએ EUમાં રહેવા માટે વોટ આપ્યો.
ઉપરના મેપ પરથી જોઈ શકાય છે કે ભૌગોલિક રીતે લંડન અને સ્કોટલેંડ સિવાય મોટાભાગના તમામ પ્રદેશના લોકો EU છોડવાની ઈચ્છા રાખતા હતા. લંડનમાં ભણેલી ગણેલી પ્રજા અને બીઝનેસ કરતા લોકો EU સાથે જોડાઈ રહેવાય એવી ઈચ્છા ધરાવતા હતા.
આના પગલે ડેવિડ કેમરૂને વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બ્રિટનના ગૃહમંત્રી ટેરેસા મેને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શેરબજારમાં આની વરવી અસરો દેખાઈ જેમાં દુનિયાભરના બજારોમાં કડાકો બોલાઈ ગયો. બ્રિટનના ચલણી નાણા પાઉન્ડની કિંમતમાં ભારે ઘટાડો થયો.
ભારત માટે ફાયદાકારક કે નુકશાનકારક
ભારતમાં બ્રેક્ઝિટ લાંબા ગાળે નુકસાનકારક નીવડશે તેવો એક મત સધાઈ રહ્યો છે જેના અમુક ચોક્કસ કારણો માનવામાં આવી રહ્યાં છે.
ભારતની ફાયદાકારક અસર તરીકે એ ગણી શકાય કે EUથી છુટા પડ્યા બાદ બ્રિટને વ્યાપાર માટે એક મજબુત માર્કેટની જરૂર પડશે. આ માર્કેટ તરીકે ભારત સાથે તેનો વ્યાપાર વધી શકે છે. આ ઉપરાંત પાઉન્ડની કિંમત ઘટવાથી પાઉન્ડ સામે રૂપિયો મજબુત થશે. આમ છતાં મોટાભાગના ભારતનાં ઉદ્યોગો ઉપર આ નિર્ણયની લાંબા ગાળે અવળી અસર પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
૨૦૧૯ની અપડેટ્સ
બ્રિટનના નવા વડાપ્રધાન ટેરેસા મે પણ બ્રેક્ઝિટ ન કરવાની તરફેણમાં હતા. આમ છતાં તેઓએ બ્રેક્ઝિટ ધીરે ધીરે થાય અને એક જ ઝાટકે ન થાય(સોફ્ટ બ્રેક્ઝિટ) તેનો પ્રયત્ન કર્યો જેથી બ્રિટનને એક સાથે નુકશાન ન થાય. જોકે તેમના પ્લાન્સ તેઓ બ્રિટીશ સંસદમાં સફળતાપૂર્વક પસાર ન કરી શક્યા અને તેઓએ રાજીનામું આપવું પડ્યું.
બ્રિટનના નવા વડાપ્રધાન બોરીસ જોહ્સન આક્રમક રીતે બ્રેક્ઝિટના સમર્થક છે. તેમણે ૩૧ ઓક્ટોબરની ડેડ લાઈન આપીને જણાવ્યું કે તેઓ EU સાથે બિન શરતી બ્રેક્ઝિટ કરવાનું નક્કી કરી ચુક્યા છે. આ યોજના પર સંસદમાં ભારે હોબાળો થતા તેમણે ઇંગ્લેન્ડના રાણી એલીઝાબેથ ૨ની મદદથી સંસદનું સત્ર બરખાસ્ત કરી દીધું. ઘણા લોકો આ પગલાને ગેરબંધારણીય ગણાવે છે.
હવે શું?
૩૧ ઓક્ટોબરની ડેડ લાઈન તર્ક વગરની છે તેમ જાણકારોનું કહેવું છે. બ્રિટને જો EUથી છુટા પડવું હશે તો સારી પૂર્વ તૈયારીઓ કરવી પડશે. આમ છતાં જો ૩૧ ઓક્ટોબરે બિનશરતી બ્રેક્ઝિટ થઇ જાય છે તો બ્રિટન અને તેની પ્રજા ખુબ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.