બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, એક ઝાટકે 1.30 લાખ સુધી સસ્તી થઈ આ કાર, 8 લાખથી ઓછી પ્રાઈસ
Last Updated: 02:01 AM, 7 March 2026
ટાટા મોટર્સ અલગ અલગ ઇલેક્ટ્રિક કાર પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ જ રીતે કંપની તેની લોકપ્રિય કાર Tata Tiago EV પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકો માર્ચ 2026 દરમિયાન આ ટાટા EV પર 1.30 લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ ઓફરમાં બીજા લાભો સાથે રોકડ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. ચાલો Tiago EV ના ફીચર્સ અને ડ્રાઇવિંગ રેન્જ વિષે જાણીએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગ્રાહકો પાસે Tata Tiago EV માં બે બેટરી પેકનો ઓપ્શન છે. તેમાં પહેલું 19.2kWh બેટરી પેકથી સજ્જ છે. જ્યારે બીજામાં 24kWh બેટરી છે. કંપનીનો દાવો છે કે નાના બેટરી પેક સાથે સિંગલ ચાર્જ પર 250 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ છે. જ્યારે મોટા બેટરી પેક 315 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
ADVERTISEMENT
ટિયાગો EV ના ઇન્ટરનલ ભાગમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 4-સ્પીકર હર્મન સાઉન્ડ સિસ્ટમ, ઓટો AC, ફોલ્ડેબલ ORVM, રેઇન-સેન્સિંગ વાઇપર્સ અને સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ જેવા ફીચર્સનો સમાવેશ થાય છે. તેની સેફટીમાટે કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ છે. Tata Tiago EV ની એક્સ-શોરૂમ કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ-સ્પેક મોડેલ માટે 11.89 લાખ રૂપિયા સુધી જાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.