ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 5-સ્ટાર AC અને ફ્રિજ હોવા છતાં બિલ વધારે આવે છે? આ સેટિંગ્સથી ઘટી શકે છે વીજબિલ!

photo-story

8 ફોટો ગેલેરી

તમારા કામનું / 5-સ્ટાર AC અને ફ્રિજ હોવા છતાં બિલ વધારે આવે છે? આ સેટિંગ્સથી ઘટી શકે છે વીજબિલ!

Last Updated: 02:12 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘણીવાર 5-સ્ટાર AC અને ફ્રિજ હોવા છતાં પણ ભારે વીજળીનું બિલ આવે છે, જેની પાછળ આપણી કેટલીક ખોટી સેટિંગ્સ જવાબદાર હોય છે.

1/8

photoStories-logo

1. 5-સ્ટાર AC અને ફ્રિજ હોવા છતાં બિલ વધારે આવે છે? આ સેટિંગ્સથી ઘટી શકે છે વીજબિલ!

ઉનાળામાં કે અન્ય દિવસોમાં ઘરમાં વીજળીનું બિલ વધતાં જ લોકો અવારનવાર એસી (AC) અને ફ્રિજને તેનો દોષી માને છે. ઘણા પરિવારો મોંઘા 5-સ્ટાર એસી અને એનર્જી એફિશિયન્ટ ફ્રિજ ખરીદીને એવું વિચારે છે કે હવે વીજળીનો વપરાશ ઓછો થશે. પરંતુ, માત્ર મોંઘા કે સ્ટાર રેટિંગવાળા ઉપકરણો ખરીદવા પૂરતા નથી, તેને કઈ સેટિંગ પર ચલાવવામાં આવે છે તેની પણ સીધી અસર બિલ પર પડે છે. તાપમાનને યોગ્ય રાખવું અને ઉપયોગ ન થતા ઉપકરણોની વીજળી બંધ કરવી જેવી નાની આદતો તમારા ઘરનો ખર્ચ ઘટાડવામાં મોટી મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. AC ને 18 નહીં, 24 ડિગ્રી પર ચલાવો

ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો એસી ચાલુ કરતાની સાથે જ તેનું તાપમાન 18 કે 20 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરી દે છે. તેમને લાગે છે કે તેનાથી રૂમ ઝડપથી ઠંડો થશે, પરંતુ એસી રૂમને ઠંડો કરવા માટે તેની ક્ષમતા મુજબ જ કામ કરે છે. તાપમાન ખૂબ નીચું રાખવાથી કોમ્પ્રેસર લાંબા સમય સુધી ચાલે છે અને વીજળીનો વપરાશ વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. 6% સુધી વીજળી બચી શકે

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) પણ એસીને 24 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવવાની સલાહ આપે છે. તાપમાનમાં દર એક ડિગ્રીનો વધારો કરવાથી અંદાજે 6% સુધી વીજળી બચી શકે છે. જો કે, વાસ્તવિક બચત એસીના મોડેલ, રૂમના કદ, બહારના તાપમાન અને ઉપયોગના સમય પર આધાર રાખે છે. રાત્રે સ્લીપ મોડ કે ઇકો મોડનો ઉપયોગ કરવાથી પણ જરૂરિયાત મુજબ કૂલિંગ એડજસ્ટ થાય છે અને વીજળી ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ફ્રિજનું તાપમાન જરૂરિયાત મુજબ રાખો

ફ્રિજ દિવસ-રાત ચાલુ રહેતું હોવાથી તેની સેટિંગ્સ પણ વીજળીના બિલ પર અસર કરે છે. ફ્રિજને વધુ ઠંડુ કરવા માટે થર્મોસ્ટેટને સૌથી નીચા તાપમાન પર રાખવું જરૂરી નથી. સામાન્ય રીતે ફ્રિજના મુખ્ય ભાગનું તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ અને ફ્રીઝરનું તાપમાન આશરે -18 ડિગ્રી સેલ્સિયસ રાખવું યોગ્ય માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. વારંવાર દરવાજો ખોલવો

ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવાથી ઠંડી હવા બહાર જાય છે અને અંદરનું તાપમાન જાળવી રાખવા માટે કોમ્પ્રેસરે વધુ કામ કરવું પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ગરમ ખોરાક

ગરમ ખોરાક સીધો ફ્રિજમાં મૂકવાથી અંદરનું તાપમાન વધી જાય છે, તેથી ખોરાક થોડો ઠંડો થયા પછી જ મૂકો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. ફ્રિજને દીવાલથી બિલકુલ અડાડીને ન રાખો

ફ્રિજને દીવાલથી બિલકુલ અડાડીને ન રાખો. તેની આસપાસ હવા અવરજવર માટે જગ્યા હોવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સ્ટેન્ડબાય મોડમાં પણ ખર્ચ થાય છે વીજળી

ટીવી, ચાર્જર, સેટ-ટૉપ બૉક્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ હોવા છતાં જો પ્લગમાં ચાલુ રહે તો થોડી વીજળી વાપરતા રહે છે, જેને ફેન્ટમ પાવર કે સ્ટેન્ડબાય પાવર કહેવામાં આવે છે. જે ઉપકરણોની જરૂર ન હોય તેમનો સ્વીચ બોર્ડથી જ બંધ કરી દો અથવા પ્લગ કાઢી લો. સ્માર્ટ પ્લગનો ઉપયોગ કરીને પણ આ પ્રકારના પાવર વેસ્ટેજને અટકાવી શકાય છે. નાની-નાની આદતો અપનાવીને લાંબા ગાળે વીજળીના બિલ પર મોટો કાપ મૂકી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

ACsettings ElectricityBill PowerSaving
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ