ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Politics / High alert issued in Mumbai, strict ban on these activities

સાવધાની / મુંબઈમાં હાઈ અલર્ટ જાહેર, આ ગતિવિધઓ પર લગાવાયો કડક પ્રતિબંધ

Published By: Nirav

Last Updated: 06:35 PM, 27 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં કોઈ મોટો આતંકી હુમલો થઈ શકે છે. રાજ્યના ગુપ્તચર વિભાગે હુમલો થવાની સંભાવના વિશે મહારાષ્ટ્ર સરકારને માહિતી આપી છે. હુમલો માટે ડ્રોન અથવા મિસાઇલોનો ઉપયોગ કરી શકાય છે.

ADVERTISEMENT

  • મુંબઇમાં મોટા આતંકી હુમલાની આશંકા 
  • રાજ્યના જાસૂસી વિભાગે આપી ચેતવણી 
  • રાજ્યમાં ફ્લાઇંગની ચીજો પર પ્રતિબંધ મૂકાયો 

રાજ્યના ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇ પોલીસે એલર્ટ જારી કર્યું છે. સમગ્ર શહેરમાં ડ્રોન અને ફ્લાઈંગની અન્ય ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આદેશમાં જણાવાયું છે કે આતંકવાદીઓ અને દેશદ્રોહી લોકો ડ્રોન, રિમોટ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલો અથવા પેરા-ગ્લાઈડર દ્વારા પણ હુમલો કરી શકે છે. 

શું હોય શકે છે આતંકીઓના ઉદ્દેશ ? 

શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓ આતંકવાદીઓનું નિશાન બની શકે છે. આ સિવાય VVIP લોકો પણ આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ પુરવાર થઈ શકે છે. એવી આશંકા વ્યકત કરવામાં આવી છે કે સાર્વજનિક સંપત્તિઓની સાથે જ શહેરમાં અરાજકતા ફેલાવવી તે પણ એક ઉદ્દેશ્ય હોય શકે છે.
 

એક મહિના સુધી લાગૂ રહેશે આદેશ 

ગુપ્તચર વિભાગના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને, મુંબઇ પોલીસે CRPC ની કલમ 144 હેઠળ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એર મિસાઇલો અને પેરાગ્લાઇડર્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ અપાયો છે. આ આદેશ 30 ઓક્ટોબરથી ચાલુ થઈ 28 નવેમ્બર સુધી લાગૂ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

CRPC Intelligence Report Mumbai Attack intelligence inputs mumbai police પોલીસ મુંબઈ Caution

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ