ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
નાસિક જિલ્લામાં સતત વરસાદ
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રોકાઈ રોકાઈને વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ ગયું છે. એક તરફ જ્યાં લોકો પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ નદીઓ અને ડેમના જળસ્તર સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.

ADVERTISEMENT
ગોદાવરી નદી ખુદ પહોંચી મહાદેવનો અભિષેક કરવા
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણમાં માસમાં લોકો ભગવાન શિવને જળ અર્પણ કરવા જતા હોય છે. ત્યારે નાસિકના ત્રયંબકેશ્વર મંદિરમાં શનિવારે ગોદાવરી નદી ખુદ બાબા ભોલેનાથનો અભિષેક કરવા આવી પહોંચી હતી. મંદિરમાં જાણે આખી ગોદાવરી નદી ચડી આવી હોય તેવા દ્રશ્યો ફલિત થતા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
નીચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી
મહારાષ્ટ્રમાં ચોમાસાના ધોધમાર વરસાદને કારણે નાસિક જિલ્લાના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. સતત વરસેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કમર અને છાતી સુધી પાણી ભરાઈ ગયા હતા. નાસિકના દારણા, કડવા, ભાવલી ગંગાપુર, પાલખેડ, વાલદેવીના અલગ અલગ ડેમોમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. .તો નાસિકમાં છેલ્લા 24 કલાકમાં 350 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ત્રયંબકેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. મંદિરના દર્શન માટે પ્રતિદિન અલગ અલગ રાજ્યોમાંથી હજારો લોકો આવે છે અને હાલ મંદિર પરિસરમાં પાણી ભરાઈ જવાને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો