બ્રેકિંગ ન્યુઝ
VTV / Heatwave alert in several states including Gujarat
Last Updated: 02:28 PM, 19 April 2024
Weather Update : ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ જણાવ્યું કે, પૂર્વ ભારતમાં ગરમીનું મોજું 22 એપ્રિલ સુધી ચાલુ રહેશે. શુક્રવારે (19 એપ્રિલ) દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ સ્થળોએ હીટવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આ સિવાય ઝારખંડમાં 22 એપ્રિલ સુધી હીટ વેવ ચાલુ રહી શકે છે.
ADVERTISEMENT
Weekly Weather Briefing Hindi (18.04.2024)
— India Meteorological Department (@Indiametdept) April 18, 2024
YouTube : https://t.co/0fnfE5gIj0
Facebook : https://t.co/yaaEYUa6Qc#imd #weather #rainfall #snowfall #hailstorm #heatwave@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/hr8vLZeTuV
ADVERTISEMENT
હવામાન વિભાગે કહ્યું કે, 20 થી 22 એપ્રિલ દરમિયાન બિહારમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહેવું જોઈએ. IMDએ કહ્યું કે 18 થી 22 એપ્રિલ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે પવન સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
વધુ વાંચો : PM મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર, ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ
IMDની આગાહી અનુસાર આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં 22 એપ્રિલ સુધી આવું જ હવામાન ચાલુ રહેશે. IMDએ જણાવ્યું હતું કે 18 થી 20 એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદના નવા રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગે તાજેતરમાં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી હતી, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.