બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modis Statemnet on Akhilesh Yadav and Tejashwi

લોકસભા ચૂંટણી 2024 / PM મોદીના અખિલેશ યાદવ અને તેજસ્વી પર પ્રહાર, ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરીને પૂછ્યા સવાલ

Priykant Shrimali

Last Updated: 01:59 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીએ કહ્યું, હું બિહાર અને ઉત્તર પ્રદેશમાં પોતાને યદુવંશી કહેનારા નેતાઓને પૂછવા માંગુ છું કે, તમે ભગવાન કૃષ્ણ અને દ્વારકાનું અપમાન કેવી રીતે કરી શકો છો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ PM મોદીએ આજે ઉત્તર પ્રદેશના અમરોહામાં જાહેરસભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ અને UPના પૂર્વ CM અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, આ બંનેએ ભગવાન કૃષ્ણનું અપમાન કરનારાઓ સાથે સમજૂતી કરી છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં PM મોદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવનું નામ લીધા વિના કહ્યું, હું બિહાર અને ઉત્તર પ્રદેશમાં પોતાને યદુવંશી કહેનારા નેતાઓને પૂછવા માંગુ છું કે, તમે ભગવાન કૃષ્ણ અને દ્વારકાનું અપમાન કેવી રીતે કરી શકો છો. જેઓ કરે છે તેમની સાથે તમે સમાધાન કરો છો? 

આ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, INDIA ગઠબંધનના લોકો સનાતનને નફરત કરે છે. તાજેતરમાં જ હું દ્વારકા ગયો હતો અને સમુદ્રમાં ઉતરીને ભગવાન કૃષ્ણની પૂજા કરી હતી, પરંતુ કોંગ્રેસના રાજકુમારો કહે છે કે, દરિયાની નીચે પૂજા કરવા જેવું કંઈ નથી.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વિશે શું કહ્યું?
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીનું નામ લીધા વિના PM મોદીએ અમરોહામાં કહ્યું કે, ફરી એકવાર યુપીમાં બે રાજકુમારોને ચમકાવતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેને લોકો પહેલાથી જ નકારી ચૂક્યા છે.  તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું ત્યારે સપા અને કોંગ્રેસ બંને પક્ષોએ અભિષેક માટેના આમંત્રણને નકારી કાઢ્યું હતું. આ લોકો દરરોજ રામ મંદિર અને સનાતન આસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે.

વધુ વાંચો: પ્રથમ તબક્કામાં 7 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સાંસદ બનવાની રેસમાં, જાણો કઈ બેઠક પરથી કોણ લડી રહ્યું છે ચૂંટણી

યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, CM યોગી આદિત્યનાથ શેરડીના ખેડૂતોની ચિંતા કરતા હતા. અમરોહાના શેરડીના ખેડૂતો ક્યારેય ભૂલી શકતા નથી કે અગાઉ ચૂકવણી માટે તેમને કેટલી હેરાનગતિ કરવામાં આવી હતી. આજે શેરડીની વિક્રમી ખરીદીની સાથે સાથે રાજ્યમાં વિક્રમી ચુકવણી કરવામાં આવી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 PM મોદી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ