બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / first phase of voting 7 former chief ministers are also in the race to become MPs

લોકસભા ચૂંટણી 2024 / પ્રથમ તબક્કામાં 7 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સાંસદ બનવાની રેસમાં, જાણો કઈ બેઠક પરથી કોણ લડી રહ્યું છે ચૂંટણી

Priykant Shrimali

Last Updated: 01:30 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 16 કરોડ 63 લાખ મતદારો 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે તેમના નવા સાંસદને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 16 કરોડ 63 લાખ મતદારો 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે તેમના નવા સાંસદને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આમાંથી ઘણી બેઠકો પર ઘણા હાઈપ્રોફાઈલ નેતાઓ અને મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આ વખતે પ્રથમ તબક્કાના મતદાનમાં વિવિધ રાજ્યોના 7 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ સાંસદ બનવાની રેસમાં છે. 

જીતન રામ માંઝી
બિહારના પૂર્વ સીએમ અને હિન્દુસ્તાન અવમ મોરચા (HAM)ના નેતા જીતન રામ માંઝી પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ બિહારની ગયા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાર્ટી એનડીએનો ભાગ છે, તેથી તેમને ભાજપ અને જેડીયુનું સમર્થન છે.

File Photo

ઓ. પનીરસેલ્વમ
તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ ઓ.પનીરસેલ્વમ આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ તમિલનાડુની રામનાથપુરમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. પન્નીરસેલ્વમે આ ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી છે. જોકે આ બેઠક પર તેમને ભાજપનું સમર્થન મળ્યું છે.

ત્રિવેન્દ્ર સિંહ રાવત
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ આ વખતે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરવા માટે પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ઉત્તરાખંડની હરિદ્વાર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

File Photo

સર્બાનંદ સોનોવાલ
આસામના ભૂતપૂર્વ સીએમ સર્બાનંદ સોનોવાલ પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોની યાદીમાં સામેલ છે જેઓ હવે વિધાનસભાથી આગળ લોકસભાના માર્ગ પર જવા માટે તૈયાર છે. સર્બાનંદ સોનોવાલ આસામની ડિબ્રુગઢ લોકસભા સીટ પરથી પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

દેબ બિપ્લબ
ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબ રાજ્યસભાના સાંસદ બન્યા બાદ હવે લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્રિપુરા પશ્ચિમ સંસદીય બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

વી. વૈદ્યલિંગમ
પુડુચેરીના પૂર્વ સીએમ વી. વૈદ્યલિંગમ પણ લોકસભા ચૂંટણી 2024 માં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે . તેઓ કોંગ્રેસની ટિકિટ પર પુડુચેરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.વ

વધુ વાંચો :Video: વોટિંગ ટાણે જ બંગાળમાં બબાલ: પથ્થરમારામાં BJP નેતા ઘાયલ, મળ્યો મંત્રીના ઘર નજીકથી બોમ્બ

નબામ તુકી
અરુણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી નબામ તુકી પણ આ વખતે લોકસભા ચૂંટણી લડ્યા છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર અરુણાચલ પ્રદેશની અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

પૂર્વ મુખ્યમંત્રી પ્રથમ તબક્કાનું મતદાન મતદાન લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ