બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:35 PM, 23 June 2026
લખનઉના કોચિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં કરુણ મોત બાદ સમગ્ર દેશમાં ફાયર સેફ્ટી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. આ દુર્ઘટનાએ માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થાની હકીકત સામે લાવી છે. આ ઘટનાની ગુંજ અમદાવાદ સુધી પહોંચી છે અને હવે અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસ (AFES) દ્વારા શહેરવ્યાપી "ફાયર સેફ અમદાવાદ" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ કોચિંગ ક્લાસ, ટ્યૂશન ક્લાસીસ, લાઇબ્રેરી, સ્ટડી સેન્ટર તેમજ મિશ્ર ઉપયોગ ધરાવતાં બિલ્ડિંગોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફાયર વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જ્યાં પણ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે ત્યાં નોટિસથી લઈને બિલ્ડિંગ બંધ કરવાની કાર્યવાહી સુધીનાં કડક પગલાં લેવામાં આવશે. વિશેષ અભિયાન અંતર્ગત શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન સહિત વિવિધ ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવીને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી રહી છે. ટીમો ફાયર સેફ્ટીનાં સાધનો, ઇમર્જન્સી એક્ઝિટ, ઇલેક્ટ્રિકલ સેફ્ટી, ફાયર એનઓસી, ઇવેક્યુએશન પ્લાન અને બિલ્ડિંગના કાયદાકીય દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.
ADVERTISEMENT
ફાયર વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ટ્યૂશન ક્લાસીસ રહેણાક મકાનો, બેઝમેન્ટ અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં શરૂ થયા છે. ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓની સંખ્યા ક્ષમતા કરતાં વધુ છે, જ્યારે ઇમર્જન્સી એક્ઝિટ, ફાયર એક્સ્ટિંગ્વિશર અને એલાર્મ સિસ્ટમ જેવી મૂળભૂત વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળે છે. આવી સ્થિતિ આગ જેવી દુર્ઘટના સમયે જીવલેણ સાબિત થઈ શકે છે. ફાયર ચીફ ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું છે કે માત્ર દસ્તાવેજોની તપાસ નહીં પરંતુ વાસ્તવિક ફાયર સેફ્ટી વ્યવસ્થા કાર્યરત છે કે નહીં તેની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવશે. જો ફાયર પંપ બંધ હશે, એક્ઝિટ લોક હશે અથવા બેઝમેન્ટમાં ગેરકાયદે ક્લાસીસ ચાલતા હશે તો તેને હાઈ રિસ્ક કેટેગરીમાં મૂકીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીમ-A : ફાયર સેફ્ટી ઓડિટ
ટીમ-B : સર્વેલન્સ
ટીમ-C : કાનૂની કાર્યવાહી
માર્ગ અને બહાર નીકળવાની વ્યવસ્થા
કેટેગરી-A : નાની ખામી
કેટેગરી-B : મોટી ખામી
કેટેગરી-C : જોખમી બિલ્ડિંગ
ફાયર વિભાગ વિદ્યાર્થીઓને આગ સમયે કેવી રીતે બહાર નીકળવું, ગભરાટ ટાળવો અને ઇમર્જન્સીમાં શું કરવું તેની તાલીમ આપશે. શિક્ષકોને ફાયર વોર્ડન તરીકે તૈયાર કરવામાં આવશે, જ્યારે બિલ્ડિંગ માલિકોને કાયદાકીય જવાબદારી અંગે માહિતગાર કરવામાં આવશે.
આ પણ વાંચો : જેતપર ખેડૂત આંદોલનઃ વળતર સહિત ખેડૂતોની છે 6 માંગ, પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરાઈ
અમદાવાદ ફાયર વિભાગનું આ અભિયાન માત્ર તપાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યમાં કોઈ પણ દુર્ઘટના ન સર્જાય અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.