બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 09:25 PM, 18 August 2019
અમેરિકાની કેન્સસ યૂનિવર્સિટીનું એક રિસર્ચથી જાણવા મળ્યું છે કે જો સતત 8 કલાક સુધી ઘરમાં અથવા ઓફિસમાં બેસી રહો છો તો તમે ઘણી બીમારીઓના શિકાર બની શકો છો. સાથે જ રીસર્ચમાં ખુલાસો થયો છે કે ત્રણ કલાકથી ઓછા સમય બેસી રહેનાર વ્યક્તિ પોતાની ઉંમરમાં બે વર્ષ વધારો કરી શકે છે. આ રિસર્ચમાં 70 ટકા એવા લોકો જોવા મળ્યા જે 6 કલાકથી વધારે સમય ખુરશી પર બેસી રહેતા હોય છે.
ADVERTISEMENT
જો સતત અડધો કલાક સુધી બેસીને કામ કરો છો તો આપે વચ્ચે 3 મિનિટનો બ્રેક લઇ થોડા ફરો, જેથી બોડીમાં થોડી હલચલ થાય. માત્ર એટલું જ નહીં. વચ્ચે-વચ્ચે આપ ઉભા થઇને શરીરને થોડુ મૂવમેન્ટ કરાવો જેથી આપ હેલ્દી બની રહો.
ADVERTISEMENT
સીડીનો વધારેમાં વધારે ઉપયોગ કરો, ઘર અથવા ઓફિસ કેન્ટિન લિફ્ટનો ઉપયોગ ઓછું કરતા સીડીનો ઉપયોગ વધારે કરો.
કાર પાર્ક કરતા એક વાતનો ખ્યાલ જરૂર રાખો, હંમેશા કારની પાર્કિંગ 500 સ્ટેપની દુરી પર કરો. જેથી આપ એ બહાને ચાલીને કાર પાસે પહોંચો.
સપ્તાહમાં એક વાર બાળકોને ફરાવવાના બહાને પાર્કમાં જાવ, જેથી આપ હેલ્દી રહો. સપ્તાહમાં એકવાર કપડા જાતે જરૂર ધુઓ. વીકેન્ડમાં ઘરે જ ખાવાનું બનાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.