ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ સવારમાં ઉઠીને અવશ્ય ખાવું જોઇએ આ પાન, કિડની હેલ્ધી રહેશે, પેશાબમાં ફીણ નહીં આવે

હેલ્થ ટિપ્સ / રોજ સવારમાં ઉઠીને અવશ્ય ખાવું જોઇએ આ પાન, કિડની હેલ્ધી રહેશે, પેશાબમાં ફીણ નહીં આવે

Last Updated: 12:54 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડની આપણા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. આથી તેને સ્વસ્થ્ય રાખવી ખૂબ જરૂરી છે. જો તમારા પેશાબમાંથી ફીણ આવતી હોય તો એના માટે તમે એક લીલું પાનનું સેવન કરી શકો છો.

ADVERTISEMENT

અનેક લોકો જ્યારે સવારે ટોયલેટ જાય છે ત્યારે તેમના પેશાબમાં ફીણ આવતી હોય છે. પેશાબમાં ફીણ આવવું એ કોઈ નાની વાત નથી, તે એ વાતનો સંકેત હોઈ શકે છે કે તમારી કિડની સંપૂર્ણપણે સ્વસ્થ નથી. કિડની શરીરમાંથી ઝેરી પદાર્થો અને કચરો દૂર કરે છે અને જ્યારે આ અંગો દબાણમાં હોય છે ત્યારે તેના ચિહ્નો આપણને આવા નાના લક્ષણોના રૂપમાં દેખાય છે.

પરંતુ શું તમે જાણો છો કે દરરોજ ફક્ત એક સાદું લીલું પાન ખાવાથી તમે તમારી કિડનીને સ્વસ્થ રાખી શકો છો? આપણા રસોડામાં અને ધાર્મિક પરંપરાઓમાં તેનું વિશેષ સ્થાન છે. ચાલો જાણીએ કે તુલસીનું લીલું પાન તમારી કિડનીનું રક્ષક કેવી રીતે બની શકે છે અને તેને તમારી દિનચર્યામાં કેવી રીતે સામેલ કરીને તમે મોટી બીમારીઓથી ખુદને બચાવી શકો છો.

  • પેશાબ ફીણવાળો કેમ આવે છે?
    પેશાબમાં ફીણ આવવાનું કારણ શરીરમાં પ્રોટીનનો અભાવ,ઓછું પાણી પીવું, પેશાબમાં UTI ઇન્ફેક્શન, કિડની પર દબાણ વધવુ, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર.
  • તુલસીનું પાન કેમ ફાયદાકારક ?
    તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ UTI ઇન્ફેક્શન  અટકાવે છે, ડાયયુરેટિક ગુણધર્મો  પેશાબનું પ્રમાણ વધારીને કિડનીને સાફ કરે છે,
app promo6
  • તુલસીનું સેવન કેવી રીતે કરવું?

સવારે ખાલી પેટે ત્રણ તુલસીના પાન ખાઓ. તમે તેને હૂંફાળા પાણી સાથે લઈ શકો છો. તમે તુલસીની ચા બનાવીને પી શકો છો. આ સિવાય માર્કેટમાં આયુર્વેદિક પાવડર અને જ્યુસ પણ ઉપલબ્ધ છે.

  • કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી ?

દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો, મીઠું અને તળેલા ખોરાકનું પ્રમાણ ઓછું કરો, નિયમિત કસરત કરો, વર્ષમાં એકવાર તમારી કિડની ફંક્શન ટેસ્ટ કરાવો.

વધુ વાંચો : જો તમારા યુરિનમાંથી આવી રહી છે આ દુર્ગંધ તો ચેતી જજો, હોઇ શકે છે ગંભીર બીમારીઓના સંકેત

ઉલ્લેખનીય છે કે, આપણા શરીરના અમુક સંકેતો ખૂબ જ સરળ લાગે છે, પરંતુ તેમની પાછળ છુપાયેલો મેસેજ ગંભીર હોઈ શકે છે. પેશાબમાં ફીણ આવવું એ એક એવો સંકેત છે જેને અવગણવો હેલ્થ માટે મોંઘો સાબિત થઈ શકે છે. પરંતુ તુલસી જેવો સરળ, સસ્તો અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. તો આથી આજથી તેનું નિયમિત સેવન શરૂ કરી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kidney Problems Kidney Disease Basil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ