બ્રેકિંગ ન્યુઝ
Mehul
Last Updated: 09:54 PM, 24 August 2019
બીમારી દુર કરવામાં તુલસી ખુબ જ ફાયદાકારક હોય છે. તેમા ઘણા ઔષધીય ગુણો હોય છે. જે આપને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તુલસીની સાથે દૂધનું સેવન ફાયદાકારક હોય છે. તો ચાલો અહીં તેના ફાયદા વિશે જાણીએ.
ADVERTISEMENT
દિલને સ્વસ્થ રાખે છે
ADVERTISEMENT
તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે દિલને સ્વસ્થ બનાવી રાખવામં મદદ કરે છે. તેની સાથે જ દૂધ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે આપને સ્વસ્થ રાખે છે.
તણાવમાં કરે છે ઘટાડો
આખા દિવસ થાક બાદ તમારા મગજને આરામની જરૂર હોય છે. તેના માટે એક કપ ગરમ તુલસીનું દૂધ પીવું જોઇએ. તે આપના નર્વસ સિસ્ટમને આરામ પહોંચાડે છે અને મગજમાં કોર્ટિસોલનું લેવલ પણ ઓછુ કરે છે.
પથરી દૂર કરે છે
તુલસી દૂધ શરીરમાં યૂરિક એસિડના લેવલને ઓછુ કરે છે. જે શરીરથી ટોક્સિક્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. તેના કારણે કિડનીની પથરીને ઠીક કરી શકાય છે.
ઇમ્યૂનિટી બૂસ્ટ કરે છે
તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે દૂધની સાથે મળીને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. સાથે જ ફ્લૂ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તુલસી વાળુ દૂધનું સેવન ફાયદાકારક હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.