બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Health Benefits of Pistachios

સ્વાસ્થ્ય / લીલા રંગના પિસ્તા છે પોષકતત્વોથી ભરપુર, જાણો તેના ફાયદા

Juhi

Last Updated: 04:49 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠાઇઓની શોભા વધારવા માટે પણ પિસ્તાનો ઉપયોગ થાય છે. પિસ્તા સ્વાદમાં તો ટેસ્ટી હોય છે, પરંતુ સાથે સાથે તે આરોગ્ય અને બ્યુટી બેનિફિટ્સ માટે પણ જાણીતા છે. કેટલાક પકવાનોમાં પણ પિસ્તા નાંખવામા આવે છે.

દુનિયામાં સૌથી વધુ પિસ્તા ઇરાનમાં થાય છે. અમેરિકા, સિરિયા, તુર્કી અને ચીન પણ પિસ્તાની ખેતી કરે છે. ઇરાનમાં થતા પિસ્તામાં લિનોલિક એસિડ વધુ હોય છે, જ્યારે તુર્કીના પિસ્તામાં કેલ્શિયમ વધુ માત્રામાં મળી આવે છે. હવે વિન્ટરની સીઝન પણ શરુ થઇ ચુકી છે, તેથી આ ડ્રાયફ્રુટનો પુરો લાભ લેવો જોઇએ અને હેલ્થ બનાવી લેવી જોઇએ. તેના ફાયદા જાણવા જેવા છે.

- લીલા રંગના પિસ્તામાં ફાઇબર, પ્રોટીન, વિટામીન સી, વિટામીન કે, વિટામીન બી6, વિટામીન ઇ, ઝિંક, કોપર, પોટેશિયમ, આયરન, કેલ્શિયમ અને કેટલાય પ્રકારના પોષકતત્વો હોય છે. તે તમને બિમારીઓથી દુર રાખે છે.

- પિસ્તામાં રહેલા જરુરી ફેટી એસિડ્સ તમારી ત્વચામાં સ્નિગ્ધતા જાળવી રાખવામાં મદદરુપ બને છે. આ કારણે નેચરલ ચમક જળવાઇ રહે છે. શરીરના અંગોમાં પણ સ્નિગ્ધતા માટે પિસ્તા ફાયદાકારક છે.

- પિસ્તામાં ભરપુર એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે તમને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે સાથે આંખોના આરોગ્ય માટે પણ ઉપયોગી છે. જો બાળકને નાની ઉંમરથી જ પિસ્તા ખવડાવવાનું શરુ કરીએ તો ચશ્મા આવતા નથી. તે ત્વચામાં પડતી કરચલીઓને રોકે છે.

- વાળને ખરતા રોકવામાં પણ પિસ્તા ઉપયોગી છે. તમે ઇચ્છો તો તેને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તેની પેસ્ટ બનાવીને માસ્કની જેમ વાળમાં પણ લગાવી શકો છો.

- તડકાના પ્રભાવથી બચવા માટે પણ પિસ્તાનો પ્રયોગ કરવામાં આવે છે. પિસ્તાને ચારોળી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીને પેકની જેમ લગાવવું જોઇએ. નિયમિત આમ કરવાથી તમારો રંગ ખીલે છે અને સ્કીન સોફ્ટ બને છે.

- પિસ્તામાં અન્ય મેવાની તુલનામાં ફેટ ઓછી હોય છે તેથી તે વધુ પોષક માનવામાં આવે છે. તેમાં કેલરી પણ કાજુ, બદામ અને અખરોટ કરતા ઓછી હોય છે.

- વજન ઘટાડવા ઇચ્છતા લોકોએ તેનું સેવન ખાસ કરવુ જોઇએ કેમકે તે લો કેલરી અને હાઇ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેમાં કોપર અને ફાઇબર હોય છે જે આંતરડાની સફાઇ કરવામાં મદદ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Health Pistachios lifestyle Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ