બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / haunted railway station in india

ડડ..રર / ના હોય! અહીં 'ટ્રેન સાથે ચૂડેલ દોડે છે પછી...' ડરના કારણે 42 વર્ષોથી બંધ પડ્યું છે આ રેલવે સ્ટેશન

Kinjari

Last Updated: 10:12 AM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે કોઇ હૉન્ટેડ પ્લેસ પર ગયા છો? ભારતમાં ઘણી એવી હોન્ટેડ પ્લેસ છે જ્યાં તમને એવો એહસાસ થાય છે કે અહીં કોઇ અઘટિત ઘટના ઘટી છે.

  • 42 વર્ષથી આ રેલવે સ્ટેશન બંધ હતું
  • ટ્રેનની સાથે ચૂડેલ દોડવાનો દાવો
  • સાંજ પછી લોકો રેલવે સ્ટેશન પર નથી જતાં

વૈજ્ઞાનિકો ભૂત પ્રેતમાં માનતા નથી પરંતુ તમે એવા લોકો જોયા જ હશે જે પોતાની સાથે ઘટેલી ઘટનાઓ વિશે પણ કહેતા હોય છે. આવું જ એક રેલવે સ્ટેશન છે જ્યાં 42 વર્ષોથી કોઇ ટ્રેન રોકાઇ નથી કારણકે તે હોન્ટેડ છે. 

42 વર્ષથી કોઈ ટ્રેન રોકાઈ નથી
42 વર્ષથી રેલવે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાઈ નથી જેની અમે વાત કરવા જઈ રહ્યા છીએ. ઘણા લોકોએ આ રેલવે સ્ટેશન પર ભૂત જોયા હોવાનો દાવો પણ કર્યો હતો. એવું પણ કહેવાય છે કે અહીં એક સ્ટેશન માસ્તરે સફેદ સાડીમાં એક ભૂતને જોયું, જે બાદ તેનું મૃત્યુ થયું હતું. 

રેલ્વે સ્ટેશનનો ડર એટલો હતો કે સામાન્ય લોકો જ નહીં પરંતુ પ્રશાસનના લોકો પણ અહીં જતા ડરે છે. આ ડરના કારણે 42 વર્ષથી અહીં કોઈ ટ્રેન રોકાઈ નથી. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું આ ભૂતિયા રેલવે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન બેગુનકોદર રેલ્વે સ્ટેશન તરીકે ઓળખાય છે. આ રેલ્વે સ્ટેશનનું નામ દેશના 10 ભૂતિયા સ્ટેશનોની યાદીમાં સામેલ છે. ભારતીય રેલ્વેએ આ સ્ટેશનનું નિર્માણ વર્ષ 1960માં કર્યું હતું.

સ્ટેશન બન્યાના 7 વર્ષ પછી વિચિત્ર વસ્તુઓ થવા લાગી
બેગુનકોદર રેલ્વે સ્ટેશન ખુલ્યાના થોડા વર્ષો સુધી બધું બરાબર હતું, પરંતુ તે પછી અહીં ખૂબ જ વિચિત્ર ઘટનાઓ સામે આવવા લાગી. 1967માં રેલવેના એક કર્મચારીએ સ્ટેશન પર ભૂતને જોયા હોવાનો દાવો કર્યો હતો. તે જ વર્ષે એક સ્ટેશન માસ્ટરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. એવું કહેવાય છે કે સ્ટેશન માસ્તરે સફેદ સાડીમાં એક સ્ત્રી ભૂતને જોયું, જે પછી તેનું મૃત્યુ થયું.

ભૂતની બેકગ્રાઉન્ડ સ્ટોરી?
તે સમયે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ જ સ્ટેશન પર એક ટ્રેન અકસ્માતમાં મહિલાનું મૃત્યુ થયું હતું. સ્ટેશન માસ્તરના મૃત્યુ બાદ તેનો આખો પરિવાર પણ રેલવે ક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી લોકોએ કહ્યું હતું કે સ્ટેશન માસ્ટરના પરિવારના સભ્યોના મૃત્યુ પાછળ આ જ ભૂતનો હાથ છે. લોકોનું માનવું હતું કે સાંજ પછી જ્યારે કોઈ ટ્રેન પસાર થાય છે ત્યારે ચૂડેલ ટ્રેન સાથે દોડતી હતી. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ભૂતને ટ્રેનની સામે ડાન્સ કરતી જોઈ છે.

મમતા બેનર્જીએ તેને ફરી શરૂ કરાવ્યું
આ પછી લોકો અહીં આવતા ડરતા હતા અને કોઈ પ્રવાસી ડરથી અહીં નીચે ઉતરવા માંગતા ન હતા. ધીમે ધીમે આખું સ્ટેશન નિર્જન થઈ ગયું. હવે રેલવેનો કોઈ કર્મચારી પણ અહીં આવવા માંગતો ન હતો. આ પછી બેગુનકોદર રેલ્વે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. લગભગ 42 વર્ષ સુધી આ રેલ્વે સ્ટેશન નિર્જન રહ્યું અને અહીં એક પણ ટ્રેન ઉભી ન રહી. જ્યારે પણ આ સ્ટેશન પરથી કોઈ ટ્રેન પસાર થતી ત્યારે ડ્રાઈવર તેની સ્પીડ વધારી દેતો હતો. જો કે, વર્ષ 2009માં રેલ્વે મંત્રી મમતા બેનર્જીએ આ સ્ટેશનને ફરીથી શરૂ કરવાની સૂચના આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ