ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:54 PM, 14 October 2025
ADVERTISEMENT
દિલ્હીમાં યોજાયેલા કોન્ક્લેવમાં લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ જે તે સમયે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)હતાં તેમના દ્વારા ઓપરેશન સિંદૂરનું ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન રજૂ કરાયું. તેમણે જણાવ્યું કે હુમલાની યોજના બનાવતી વખતે નૌસેનાને પણ પાકિસ્તાની તટવર્તી વિસ્તારોના ટાર્ગેટ સાથે પહેલા જ માહિતગાર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના DGMO દ્વારા ઘાઈને ફોન કરીને યુદ્ધ રોકવા માટે વિનંતી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
નૌસેના પણ તૈયાર હતી
પ્રસ્તુતિ દરમિયાન જાણવા મળ્યું કે ભારતીય લશ્કરે ન માત્ર આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનના અગિયાર જેટલા એરબેઝ પર પણ હુમલા કર્યા હતા. જો પાકિસ્તાને વધુ યુદ્ધ ખેંચ્યુ હોત તો ભારતીય નૌસેના દ્વારા અરબી સમુદ્રમાંથી હુમલો શરૂ થતો. આ કાર્યવાહીથી પાકિસ્તાન માટે ભવિષ્ય અસહ્ય બની જાત.
ADVERTISEMENT
88 કલાકમાં સર્જાયેલું વિનાશ
ઘાઈએ ઓપરેશન દરમિયાનના વિડિઓઝ અને તસવીરો રજૂ કરતાં કહ્યું કે 88 કલાકના સમયમાં પાકિસ્તાનના ફાઈટર જેટ, રિકોનિસન્સ વિમાનો અને ટ્રાન્સપોર્ટ વિમાનોને નુકસાન પહોંચાડાયું હતું. ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન થાય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મૈથિલી ઠાકુર ભાજપમાં જોડાયા, બિહારની આ સીટ પરથી લડી શકે વિધાનસભા ચૂંટણી
વિશ્વના 30થી વધુ દેશોના લશ્કરી વડાઓ ઉપસ્થિત રહ્યા
ADVERTISEMENT
આ કોન્ક્લેવમાં દુનિયાભરના 30થી વધુ દેશોના સેનાપ્રમુખો અને વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં ભૂટાનથી લઈને બ્રાઝિલ, ઇજિપ્ત, કઝાકિસ્તાન, તાંઝાનિયા, નેપાળ, મલેશિયા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા જેવા અનેક દેશોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT