બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
લખનપુર ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોકટર ઝડપાયો, આરોપી પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતાં ક્લિનિક ચલાવ્તો હતો, પોલીસે દવાઓ, ઇન્જેક્શન, મેડિકલ સાધનો સહિત 49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો, પકડાયેલ આરોપીની ઓળખ પશ્ચિમ બંગાળના પ્રાંજલ અસીત મંડલ તરીકે થઈ .
2 કલાક પહેલા
દીકરીને સ્કૂલે મૂકી ઘરે પરત ફરી રહેલી પત્નીને પતિએ માર માર્યો, કારમાં સવાર પતિની પ્રેમિકાએ પણ પત્નીને માર માર્યો, પતિ-પત્ની વચ્ચેની મારામારીની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, પત્નીને જાનથી મારી નાખવાની પતિએ જાહેરમાં આપી ધમકી, ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ઉત્રાણ પોલીસે પતિ સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી
3 કલાક પહેલા
મસ મોટો ભૂવો પડતા બ્રિજની ગુણવત્તાને લઈ ફરી ઉઠ્યા સવાલો, લોકાર્પણના 1 વર્ષમાં જ બ્રિજમાં ઠેક-ઠેકાણે તિરાડો પણ જોવા મળી, બ્રિજ પર RCC ઉખડી જતાં અનેક સ્થળે સળિયાઓ પણ બહાર દેખાયા, લીપાપોથી કરી ખામીઓ ઢાંકવાનો તંત્ર પ્રયાસ કરતું હોવાનો સ્થાનિકોનો દાવો, આશરે 9 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બન્યો હતો પ્રથમપુરા બ્રિજ, જવાબદારો સામે કડક કાર્યવાહી અને વિજિલન્સ તપાસની ઉઠી માંગ, કરોડો રૂપિયાના વિકાસ કામોની ગુણવત્તા સામે ફરી પ્રશ્નાર્થ ચિહ્ન.
3 કલાક પહેલા
કિસાન આંદોલનમાંથી ખસી જવા મજબૂર કરવા માટે રેડ કરાઈ-મનોજ પનારા, સરકાર આંદોલનને દબાવવા માટે અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે- મનોજ પનારા.
3 કલાક પહેલા
ખેડૂત આંદોલનમાં બેફામ બોલનારા રતિલાલ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ-ખનીજ વિભાગના દરોડા, મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રતિલાલે મંત્રી અને અધિકારીને પણ આપી હતી ધમકી, રતિલાલ અમૃતિયાના સ્ટોન ક્રશરમાં ખાણ-ખનીજ વિભાગે કરી તપાસ, PGVCLની ટીમને સાથે રાખીને ખાણ-ખનીજ વિભાગે કરી તપાસ, મંગળવારથી ખેડૂતોએ આંદોલન પાર્ટ-3ની પણ કરી છે જાહેરાત.
4 કલાક પહેલા
આવતીકાલે ભાજપના ઉમેદવાર સતીષ પટેલ ઉમેદવારી ફોર્મ નોંધાવશે, વિજય વિશ્વાસ રેલી યોજીને સતીષ પટેલ નામાંકન નોંધાવવા જશે, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રહેશે હાજર, ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન કરીને જાહેર સભાને પ્રદેશ પ્રમુખ કરશે સંબોધન.
4 કલાક પહેલા
ટ્રેક્ટરની ટ્રોલી નીચે ચોરખાનું બનાવીને છૂપાવ્યો હતો દારૂનો જથ્થો, પોલીસે દાસીજીવણ પરામાં પેટ્રોલિંગ દરમિયાન દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યા, 8.75 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી પોલીસના સકંજામાં.
4 કલાક પહેલા
ફરી પાઈપલાઈનના ખોદકામ સામે પાલિકાના BJPના સભ્યોનો વિરોધ, અગાઉ કરેલા ખોદકામ પછી યોગ્ય સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોષ, યોગ્ય આયોજન અને સુરક્ષા વ્યવસ્થા વગર ખોદકામ કરાતું હોવાનો આક્ષેપ, પાઈપલાઈનના ખોદકામ પછી ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો રસ્તો, મોટા ખાડા પડતા રસ્તામાં ફસાયા હતા અનેક વાહનો, સ્થળ પર એકત્ર થઈ લોકોએ કામગીરી તાત્કાલિક બંધ કરવાની કરી માગ
5 કલાક પહેલા
કોસીમપાડા ગામમાં જિલ્લા SOGએ પાડ્યા દરોડા, આરોપીએ પોતાના ઘર નજીક કરી હતી ગાંજાની ખેતી, 9 લાખથી વધુની કિંમતના 19 કિલો ગાંજાના છોડ મળી આવ્યા, ગાંજાના છોડ સાથે અજય કુંવર નામના આરોપીની ધરપકડ
5 કલાક પહેલા
ઉધનામાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીમાં બની ઘટના, સેફ્ટી વગર કામ કરાવતા હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ, બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહીની કરાઈ માગ, કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર, કામદારોના જીવ જોખમમાં મૂકાતા મનુષ્યવધનો ગુનો દાખલ કરવા માગ, મૃતકના પરિવારે યોગ્ય વળતરની કરી માગ.
5 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી