બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:19 PM, 9 February 2024
ADVERTISEMENT
આવતીકાલથી 10 ફેબ્રુઆરીથી ગુપ્ત નવરાત્રી શરૂ થઈ રહી છે, આ ગુપ્ત નવરાત્રી 18 ફેબ્રુઆરી 2024ના રોજ પૂર્ણ થશે. મહા માસની શુક્લ પક્ષની એકમથી ગુપ્ત નવરાત્રી શરૂ થાય છે અને મહા માસની શુક્લ પક્ષમી નવમીના દિવસે ગુપ્ત નવરાત્રી સમાપ્ત થાય છે. આ ગુપ્ત નવરાત્રીમાં વિધિપૂર્વક માઁ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુપ્ત નવરાત્રીમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી આ નવરાત્રીનું આધ્યાત્મિક મહત્ત્વ વધી ગયું છે. માઁ દુર્ગાની ઉપાસનાની સાથે પૂજા કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા અમે તમને ગુપ્ત નવરાત્રીના શુભ મુહૂર્ત, કળશ સ્થાપના મુહૂર્ત અને માઁ દુર્ગાની પૂજા વિધિ વિશે જાણકારી આપી રહ્યા છીએ.
ADVERTISEMENT
કળશ સ્થાપના શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર ગુપ્ત નવરાત્રીનું શુભ મુહૂર્ત આવતીકાલે સવારે 08:45 વાગ્યાથી શરૂ થશે. આ શુભ મુહૂર્ત સવારે 10:10 વાગ્યા સુધી રહેશે. જેથી કળશ સ્થાપનાનું આ શુભ મુહૂર્ત 1 કલાક અને 25 મિનિટ સુધીનું છે. કળશ સ્થાપનાનું બીજૂ શુભ મુહૂર્ત બપોરે 02:13 વાગ્યાથી શરૂ થશે. આ શુભ મુહૂર્ત સવારે 02:58 વાગ્યા સુધી રહેશે. જેથી કળશ સ્થાપનાનું આ શુભ મુહૂર્ત 44 મિનિટ સુધીનું છે. આ શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકાય છે.
ગુપ્ત નવરાત્રી પૂજા
ધાર્મિક માન્યતા અનુસાર ગુપ્ત નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર સનાતન ધર્મમાં ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે. તાંત્રિક, અઘોરી અને સાધકો માટે ગુપ્ત નવરાત્રીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આ ત્રણ રાશિમાંથી એક તમારી હોય, તો આવતીકાલથી સાચવજો: શનીદેવનો પડશે ખરાબ પ્રભાવ
ગુપ્ત નવરાત્રીમાં 10 મહાવિદ્યાની પૂજા કરવામાં આવે છે. 10 મહાવિદ્યાના નામ- કાલી, તારા, છિન્નમસ્તા, ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુર, ભૈરવી, ઘૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા છે. ધાર્મિક માન્યતા અનુસાર ગુપ્ત નવરાત્રીમાં કામાખ્યા મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ વધુ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.