બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / VIDEO: દાદાનો સાક્ષાત્કાર! ગુજરાતમાં અહીં વૃક્ષમાં દેખાઈ હનુમાનજીની પ્રતિકૃતિ, ભક્તો ભાવવિભોર
Last Updated: 11:42 AM, 26 June 2025
Hanumanji Temple: જેતપુરના ખાખી મઢી હનુમાનજી મંદિરમાં વૃક્ષમાં હનુમાનજી દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મંદિરના પટાંગણમાં આસોપાલવમાં હનુમાનજીની પ્રતિકૃતિ દેખાયાનો દાવો કરાઇ રહ્યો છે. જેને લઇ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટ્યા હનુમાનજીના ભક્તો ઉમટ્યા હતા. ઝાડમાં પ્રાકૃતિક પ્રતિમા દેખાતા ભક્તોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતમાં હનુમાનજીના જાણીતા મંદિરો આવેલા છે. દાદાની પૂજા કરવાથી ભક્તોના કષ્ટ દૂર થતા હોય છે જેને લઇ ભક્તો પૂજા કરે છે. શ્રી હનુમાનજીની પૂજા ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને શનિવારે તેમના ભક્તો તેમની વિશેષ રૂપમાં પૂજા કરે છે.
જેતપુરના ખાખી મઢી હનુમાનજી મંદિરમાં વૃક્ષમાં હનુમાનજી દેખાયાનો દાવો
— ajitsinh Jadejatv (@AJadejatv) June 26, 2025
મંદિરના પટાંગણમાં આસોપાલવમાં હનુમાનજીની પ્રતિકૃતિ દેખાયાનો દાવો
મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટ્યા હનુમાનજીના ભક્તો pic.twitter.com/puK0CKnt7p
ADVERTISEMENT
હનુમાનજીની પૂજાનું સનાતન પરંપરામાં ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શ્રી રામના દૂત કહેવાતા શ્રી હનુમાનજીની પૂજા કરવાથી જીવન સંબંધિત કોઈપણ સમસ્યા દૂર થઈ જાય છે અને મંગળ થાય છે. હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ દરેક મનોકામના પૂર્ણ કરવાનો દિવસ માનવામાં આવે છે. આવો જાણીએ શ્રી હનુમાનજીની પૂજાથી સંબંધિત ઉપાયો અને ફાયદાઓ વિશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વાસ્તુશાસ્ત્ર / શ્રાવણ આવતા પહેલા જ આ રીતે દૂર કરો તમારા વાસ્તુદોષને, ભોલેનાથજી વરસાવશે અપાર કૃપા
કયા સ્વરૂપનું ધ્યાન કરવું હનુમાનજીની પૂજામાં તેમના સ્વરૂપનું ખૂબ મહત્વ છે. ઉદાહરણ તરીકે જો તમે મનની શાંતિ શોધી રહ્યા છો, તો તમારે ધ્યાનની મુદ્રાવાળી હનુમાનની મૂર્તિ અથવા ફોટોની પૂજા કરવી જોઈએ. જો તમે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો, તો તમારે બજરંગીના પંચમુખી ચિત્રની પૂજા કરવી જોઈએ. તેવી જ રીતે જીવન સંબંધિત તમામ સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવા માટે પર્વત ઊંચકેલા હનુમાનજીના ફોટા અથવા મૂર્તિની પૂજા કરો. જો કોઈ વરદાન કે સફળતાની ઈચ્છા હોય તો હનુમાનજીની આશીર્વાદ મુદ્રાવાળી મૂર્તિની પૂજા કરવી જોઈએ.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.