ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં Fake Paytmથી ઠગાઈ! રોકડ લઈને નકલી પેમેન્ટ મેસેજ બતાવતો આરોપી ઝડપાયો

ગુજરાત / વડોદરામાં Fake Paytmથી ઠગાઈ! રોકડ લઈને નકલી પેમેન્ટ મેસેજ બતાવતો આરોપી ઝડપાયો

Published By: Nidhi Panchal
Reported By: Manu Chavda

Last Updated: 01:54 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ Paytmનો ઉપયોગ કરો છો પોતાના નાના કામો માટે પણ તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે. વડોદરામાં ફેક Paytm એપના નામે લોકો પાસેથી રોકડ મેળવીને છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

ADVERTISEMENT

વડોદરામાં Paytm વાપરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાંચે ફેક Paytm એપનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઈ કરનાર આરોપી સાહિલ શેખને ઝડપી પાડ્યો છે. આરોપી ખાસ કરીને ATM સેન્ટરની બહાર લોકોને ટાર્ગેટ કરતો હતો અને પિતા હોસ્પિટલમાં હોવાનું બહાનું બતાવી તેમની પાસેથી રોકડ રૂપિયા મેળવતો હતો. ત્યારબાદ રોકડ લીધા બાદ તે પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાનો નકલી મેસેજ બતાવતો હતો અને સામેવાળી વ્યક્તિને ખરેખર પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોવાનું જણાવી છેતરપિંડી આચરતો હતો.

Crime-branch

માનવતા બતાવવાના આ જમાનો નથી

આરોપી સાહિલ શેખની મોડસ ઓપરેન્ડી પણ લોકો માટે ખાસ ચેતવણીરૂપ છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જ્યારે કહે કે તેના પિતા હોસ્પિટલમાં છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે, ત્યારે માનવતાના ધોરણે લોકો તેની મદદ કરવા તૈયાર થઈ જાય છે. આરોપી આ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવતો હતો. તે ATM સેન્ટરની બહાર લોકોને પોતાની વાતમાં વિશ્વાસ અપાવીને રોકડ રૂપિયા લેતો અને ત્યારબાદ Paytmથી પૈસા ચૂકવ્યા હોવાનો દેખાવ કરતો હતો. પરંતુ હકીકતમાં તેના ખાતામાંથી કોઈ રકમ ટ્રાન્સફર થઈ ન હોતી. ફેક Paytm એપ અથવા નકલી ટ્રાન્ઝેક્શન મેસેજના આધારે તે લોકો સાથે છેતરપિંડી કરતો હતો.

વડોદરા ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી

પોલીસને આ અંગે બાતમી મળતાં વડોદરા ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસેથી આરોપી સાહિલ શેખની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી રૂપિયા 8 હજાર રોકડા તેમજ એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ છેડતી અને જુગાર જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Paytm

Paytmનો મેસેજ જોઈને પૈસા મળ્યા હોવાનું માની લેવું જોખમી

આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે માત્ર મોબાઈલમાં દેખાતો Paytmનો મેસેજ જોઈને પૈસા મળ્યા હોવાનું માની લેવું જોખમી બની શકે છે. કોઈ વ્યક્તિ તમને Paytm, UPI કે અન્ય ઓનલાઈન પેમેન્ટથી પૈસા મોકલ્યાનું કહે ત્યારે માત્ર તેના મોબાઈલમાં દેખાતા સ્ક્રીનશોટ કે ટ્રાન્ઝેક્શન મેસેજ પર વિશ્વાસ ન કરવો. તમારા પોતાના મોબાઈલમાં આવેલી બેંક અથવા Paytmની એપ ખોલીને રકમ ખરેખર તમારા ખાતામાં જમા થઈ છે કે નહીં તે ચકાસવું જરૂરી છે. ખાસ કરીને અજાણ્યા વ્યક્તિને રોકડ આપતી વખતે વધુ સાવચેતી રાખવી જોઈએ.

આ પણ વાંચો : સુરતમાં દશામાંની વિસર્જન યાત્રામાં બબાલ! છેડતી કરતા યુવકના વાળ પકડી કિન્નરે ઝીંક્યા લાફા, Video વાયરલ

ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તે ચોક્કસપણે તપાસવા જોઈએ

ફેક પેમેન્ટ એપના માધ્યમથી થતી છેતરપિંડીમાં ઠગો ઘણીવાર નકલી ટ્રાન્ઝેક્શન સફળ થયાનો મેસેજ, સ્ક્રીન અથવા રસીદ બતાવીને સામેની વ્યક્તિને વિશ્વાસમાં લે છે. આવી સ્થિતિમાં સામેવાળી વ્યક્તિએ ઉતાવળમાં માલ કે રોકડ આપી દેવાને બદલે પોતાના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તે ચોક્કસપણે તપાસવા જોઈએ. જો પૈસા જમા થયા ન હોય તો કોઈપણ વસ્તુ કે રોકડ આપવી નહીં. કોઈ વ્યક્તિ હોસ્પિટલ, ઇમરજન્સી કે અન્ય મુશ્કેલીનું કારણ બતાવીને તાત્કાલિક રોકડ માગે તો પણ તેની ઓળખ અને વાતની સાતી છે કે ખોટી તેની તપાસ કર્યા વગર વ્યવહાર કરવો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paytm Fraud Fake Paytm App Vadodara Crime Branch

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ