ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિવર્સિટી ફરી ચર્ચામાં: સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના પોસ્ટરથી સર્જાયો વિવાદ, જાણો સમગ્ર મામલો

વિવાદ / ગુજરાત યુનિવર્સિટી ફરી ચર્ચામાં: સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના પોસ્ટરથી સર્જાયો વિવાદ, જાણો સમગ્ર મામલો

Last Updated: 03:54 PM, 3 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમણાં થોડા સમય પહેલા જ જાણીતા યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ કોમેડિયન સમય રૈનાના શોમાં કરેલી અશ્લીલ વિવાદિત ટિપ્પણીને લીધે મોટા વિવાદમાં ફસાયો હતો. હજુ તેના પર આ કેસની કાર્યવાહી ચાલે છે. તેની વચ્ચે સમયના આગામી શો પણ આયોજકોએ કેન્સલ કર્યા છે તો રણવીરના શોમાં ઉપસ્થિત રહેવા માટે જાણીતી બૉલીવુડ હસ્તીઓએ પણ રોક લગાવી છે. આ વિવાદની વચ્ચે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાને લઈને ગુજરાત યુનિવર્સિટીમાં એક વિવાદ સર્જાયો છે.

ADVERTISEMENT

એ તો તમને ખબર જ હશે કે સમય રૈનાના 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' નામના એક શોમાં રણવીર અલ્હાબાદિયાએ ખૂબ જ શરમજનક નિવેદન કરતાં તે વિવાદમાં આવ્યો હતો. હાલ તે શોમાં હાજર રહેલા સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વા સામે કેસ નોંધાયો છે અને આ લોકોના પબ્લિક શો પણ કેન્સલ થવા લાગ્યા છે ત્યારે આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી આ બંનેના લીધે વિવાદમાં આવી છે. અને આ વિવાદ સમય અને રણવીરના પોસ્ટર લાગવાને લીધે થયો છે ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

બી.કે. મેનેજમેન્ટના વાર્ષિકોત્સવમાં પોસ્ટર

વાત જાણે એમ છે કે ગુજરાત યુનિવર્સિટીના બી.કે. મેનેજમેન્ટ સ્કૂલના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના પોસ્ટર લગાવાયા હતા. આ બંનેના પોસ્ટર યુનિવર્સિટી ટાવર, કેન્ટિન સહિતની જગ્યાઓ પર લગાવ્યા હતા. માતા-પિતા અંગે અભદ્ર ટિપ્પણી કરવા બદલ વિવાદમાં આવેલા આ બંનેના પોસ્ટર લગાવવાથી સમગ્ર વિવાદ સર્જાયો હતો. The Ultimate College Intercollege Fest - અંતર્ગત ઇન્ટર કોલેજ સ્પર્ધાના પોસ્ટરમાં બંનેના ફોટો લાગેલા હતા. 'RENAISSANCE' કરીને કાર્યક્રમના પોસ્ટર પર બંનેના ફોટો જોવા મળતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.

માત્ર પ્રચાર માટે ઉપયોગ થયો હોવાની વાત

આ પોસ્ટર બી.કે. મેનેજમેન્ટ સ્કૂલના વાર્ષિકોત્સવ 'RENAISSANCE' માં આનો ઉપયોગ થયો હતો. આ અંગે બચાવ કરતાં મેનેજમેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આ પોસ્ટરનો ઉપયોગ માત્ર પ્રમોશન માટે કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બન્નેમાંથી એક પણને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ખાલી તેમના ફોટો અને નામનો શો ના પ્રચાર માટે જ ઉપયોગ કરાયો હતો. જો કે આ અંગે મેનેજમેન્ટ સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે આ ફંક્શનનું સંચાલન અને પ્રમોશન બધુ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતું હોવાથી તેમને આ વિશે કોઈ જાણ નથી.

વધુ વાંચો: કામલીલા ટાણે જ પૂર્વ પ્રેમી આવી ચડ્યો, અને યુવતીએ ભર્યું દર્દનાક પગલું, જીવથી ગઇ, પરિવારે કર્યો ચોંકાવનારો દાવો

જો કે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સમય રૈનાના તમામ શો ગુજરાતમાં રદ કરવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આ પોસ્ટર લગતા મોટો વિવાદ સર્જાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University B.K.Management controversy Poster controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ