બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / હવે સંગઠનના માળખામાં મોટા ફેરફારની શક્યતા, જૂના જોગીઓ ફાવી જાય તો નવાઇ નહીં!
Last Updated: 10:06 AM, 8 October 2025
Gujarat State BJP President : ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સમાજના નેતા અને ધારાસભ્ય જગદીશ પંચાલની નિયુક્તિ બાદ હવે સંગઠનના માળખામાં મોટા ફેરફાર થવાના સંકેત મળવા લાગ્યા છે. પાલિકાની ચૂંટણીઓ નજીક છે અને તેવી સ્થિતિમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે સંગઠનને નવા દ્રષ્ટિકોણથી ઘડવાની તૈયારીઓ શરૂ કરી છે. સૂત્રોની માહિતી અનુસાર આગામી એક-બે સપ્તાહમાં ગુજરાત ભાજપના પ્રદેશ સ્તરે સંગઠનાત્મક સ્તરે મહત્વપૂર્ણ બદલાવ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંગઠનને નવી દિશા આપવા કવાયત તેજ
જગદીશ પંચાલની નિયુક્તિથી કમલમમાં ચમક ફરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જીતવું તેમનું મુખ્ય લક્ષ્ય છે જેથી સંગઠનને વધુ વ્યૂહાત્મક અને મજબૂત બનાવવાની દિશામાં વિચારણા શરૂ થઈ છે. પ્રદેશ મહામંત્રી અને ઉપાધ્યક્ષ પદે રહેલા અડધા જેટલા નેતાઓને બદલી શકાય છે એવું સૂત્રો સૂચવે છે. જૂના અને નવા ચહેરાઓનું મિશ્રણ કરીને નવી ટીમ ઘડાશે.
ADVERTISEMENT

નવી ટીમમાં નવા ચહેરાઓ સાથે 'જૂના જોગી'ની પણ થશે એન્ટ્રી ?
ADVERTISEMENT
ભાજપના આંતરિક વર્તુળોમાં લોબીંગ પણ શરૂ થઈ ગઈ છે. સંગઠનમાં સ્થાન મેળવવા માટે ભલામણો અને સંપર્કોની રેલી શરૂ છે. જોકે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સામાજીક સમીકરણ અને રાજકીય પ્રતિભા બંનેને ધ્યાનમાં રાખીને નવી ટીમ ઘડશે એવી ધારણા છે. ખાસ કરીને એવું માનવામાં આવે છે કે, નવી ટીમમાં નવા ચહેરાઓ સાથે કેટલાક અનુભવી 'જૂના જોગી'ઓને પણ જવાબદારી અપાઇ શકે છે જેથી સંગઠનમાં એકતા સાથે કાર્યક્ષમતા વધે.
કાર્યક્ષમતા અને જાતિ-પ્રદેશ આધારિત સમીકરણ
ADVERTISEMENT
અહીં પ્રદેશ સંગઠનમાં બદલાવ માત્ર રૂપરેખા બદલવાનો પ્રયત્ન નથી પરંતુ તેના માધ્યમથી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફુંકવાનો હેતુ છે. સંગઠનના પદાધિકારીઓ બદલાતા કાર્યકરોને ઓળખ સાથે કાર્ય કરવા મનોબળ મળે છે. આથી પદ આપતા સમયે માત્ર રાજકીય વફાદારી નહિ પરંતુ કાર્યક્ષમતા અને જાતિ-પ્રદેશ આધારિત સમીકરણ પણ મહત્વ પામશે.

ADVERTISEMENT
પ્રમુખપદ અને મંત્રીપદ-બંને પદે જગદીશ પંચાલ યથાવત ?
જગદીશ પંચાલના ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ બાદ તેઓ મંત્રીપદે યથાવત રહેશે તેવી ચર્ચાઓ છે. હાલ તેઓ સહકાર મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યાં છે. મંત્રીમંડળનું વિસ્તરણ ન થાય ત્યાં સુધી તેઓ બન્ને પદ સંભાળી શકે છે એવું રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે. જો તેઓ મંત્રીપદથી રાજીનામું આપે તો સહકાર મંત્રાલયની જવાબદારી નવા મંત્રીને જતી થઈ શકે જે હાલના સંજોગોમાં મુશ્કેલ લાગે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દિવાળી નજીક આવતા જ સુરતના રેલવે સ્ટેશને કીડિયારું ઊભરાયું, માદરે વતન જવા પડાપડી
મહત્વનું છે કે, હાલની સ્થિતિમાં કમલમમાં મંત્રણા શરૂ થઇ ગઈ છે. પ્રદેશ માળખામાં કયો ચહેરો રહેશે અને કોને રાજકીય અવકાશ અપાશે તે અંગે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. સંગઠનાત્મક સ્તરે આવા ફેરફારો ભાજપને આગામી ચૂંટણીઓમાં વધુ મજબૂતી આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.