બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / દિવાળી નજીક આવતા જ સુરતના રેલવે સ્ટેશને કીડિયારું ઊભરાયું, માદરે વતન જવા પડાપડી

સુરત / દિવાળી નજીક આવતા જ સુરતના રેલવે સ્ટેશને કીડિયારું ઊભરાયું, માદરે વતન જવા પડાપડી

Vishal Khamar

Last Updated: 10:04 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે દિવાળી, છઠ્ઠ પૂજા અને ચૂંટણી એકસાથે હોઈ હજારોની સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટ્યા હતા.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર બુધવારની વહેલી સવારે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે હજારો પ્રવાસીઓ વતન જવા માટે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. દિવાળી, છઠ્ઠ પર્વ અને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે ભીના નયનોથી પ્રવાસીઓ પોતાના વતન તરફ રવાના થવા આતુર દેખાઈ રહ્યા હતા.

સ્ટેશન પર એવી સ્થિતિ સર્જાઈ કે મુસાફરો માટે પગ મુકવાની પણ જગ્યા બાકી રહી નહોતી.અનેક મુસાફરો ટ્રેનમાં પ્રવેશ મેળવવા માટે એકબીજાને ધક્કા મુક્કી કરી રહ્યા હતા.

માહિતી અનુસાર, તમામ મુસાફરો મોટે ભાગે પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, દરભંગા, સમસ્તિપુર અને મુઝફ્ફરપુર જેવા બિહારના વિસ્તારો તરફ જવા ઇચ્છતા હતા. અનેક લોકોને ટિકિટ મળી ન હતી, છતાં તેઓ ટ્રેન પકડીને વતન પહોંચવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા.

પોલીસની ટીમ સાથે CCTVથી ભીડ પર નજર

રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત રેલવે પોલીસ (GRP) અને રેલવે પોલીસ ફોર્સ (RPF)ની ટીમોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં, ભીડ પર નજર રાખવા માટે CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રેલવે તંત્રની મુશ્કેલી

ઉધના રેલવે સ્ટેશનના સત્તાવાળાઓએ કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પણ અનિયમિત મુસાફરી અને ટ્રેનની મર્યાદિત ક્ષમતાને કારણે સ્થિતિ વધુ વણસતી ગઈ. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે RPF અને GRP તૈનાત કરવામાં આવ્યા હતા.

રેલવેનો 12,000 સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય

ભારતીય રેલવે દ્વારા લેવાયેલ આ વિશેષ આયોજનથી તહેવાર દરમિયાન મુસાફરી વધુ સુલભ બની રહેશે. રેલવે દ્વારા વધુ ટ્રેનો ઉમેરવાને કારણે ટિકિટ માટેનો ભારે દબાણ ઘટશે અને મુસાફરોને લાંબી વેઇટિંગ યાદીનો સામનો પણ ઓછો કરવો પડશે. આ સ્પેશિયલ ટ્રેનો વિવિધ રાજ્યો અને મુખ્ય શહેરો વચ્ચે દોડાવવામાં આવશે, જેના કારણે દૂરના વિસ્તારોમાં વસતા લોકો પણ સરળતાથી પોતાના વતન પહોંચી શકશે. તહેવારો દરમિયાન ભીડ અને અવ્યવસ્થાને ટાળવા માટે રેલવે દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપનની ખાસ તૈયારી કરવામાં આવી છે.

રેલવે મંત્રાલયે આ વખતે મુસાફરોને સુવિધા આપવા માટે વિશેષ આયોજન કર્યું છે. કેટલીક ટ્રેનોને જનરલ ક્લાસ (unreserved) રાખવામાં આવશે, જેથી અંતિમ ક્ષણે મુસાફરી કરનારાઓને પણ ટિકિટ મળી રહે, સાથે જ બુકિંગ સિસ્ટમને વધુ ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મુસાફરોને શું ફાયદો થશે?

  • કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધારે થશે.
  • મુસાફરોને અલગ અલગ રૂટ પર વધારે વિકલ્પ મળશે.
  • ભીડવાળી ટ્રેનોમાં દોડધામ ઓછી થશે.
  • મુસાફરી વધુ આરામદાયક અને સમયસર રહેશે.

ગુજરાતથી નીકળતી ખાસ ટ્રેનો

પશ્ચિમ રેલવેએ અમદાવાદ, સુરત અને બાંદ્રા ટર્મિનસથી બિહાર અને પૂર્વી રાજ્યો તરફ જવા માટે ખાસ ટ્રેનો દોડાવાઈ રહી છે, આથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહેતા હજારો પ્રવાસીઓને પોતાના ઘર સુધી પહોંચવામાં સહેલાઈ રહે.

આ પણ વાંચોઃ અમદાવાદ DEO ની મોટી કાર્યવાહી, એક સાથે 332 સ્કૂલને ફટકારી નોટિસ

  • અમદાવાદ-પટના સ્પેશિયલ: અમદાવાદથી દર સપ્તાહે 2 વખત, 1 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી.
  • સુરત-દરભંગા સ્પેશિયલ: સુરતથી દર 3 દિવસે એક ટ્રેન, મુસાફરોની વધતી માગને પહોંચી વળવા.
  • બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સ્પેશિયલ: બાંદ્રાથી છઠપૂજાની પૂર્વસંધ્યાએ ખાસ ટ્રેન, પરત આવવાની વ્યવસ્થા સાથે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udhna Railway Station Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ