બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ DEO ની મોટી કાર્યવાહી, એક સાથે 332 સ્કૂલને ફટકારી નોટિસ

કાર્યવાહી / અમદાવાદ DEO ની મોટી કાર્યવાહી, એક સાથે 332 સ્કૂલને ફટકારી નોટિસ

Vishal Khamar

Last Updated: 07:40 AM, 8 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની 332 સ્કૂલને DEO એ પોર્ટલ પર વિદ્યાર્થીઓની એન્ટ્રી ન કરવા બદલ નોટિસ ફટકારી છે.

અમદાવાદ: શહેરની 332 સ્કૂલો વિરુદ્ધ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક પગલાં લેવાયા છે. સ્કૂલો દ્વારા યુ-ડાયસ પોર્ટલ પર વિદ્યાર્થીઓની માહિતી અપલોડ ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં સ્કૂલોની માન્યતા રદ કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે.

64,000 કરતાં વધુ વિદ્યાર્થીઓની માહિતી હજુ સુધી ન અપલોડ થઈ

શિક્ષણ વિભાગના અધિકારીઓ મુજબ, 64,000થી વધુ વિદ્યાર્થીઓની એન્ટ્રી યુ-ડાયસ પોર્ટલ પર હજુ સુધી કરાઈ નથી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શૈક્ષણિક ડેટા માટે ઉપયોગમાં લેવાતા આ પોર્ટલમાં દર વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના તમામ ડેટાની એન્ટ્રી ફરજિયાત ગણવામાં આવે છે.

60થી વધુ સ્કૂલોની કામગીરી સંપૂર્ણપણે બાકી

DEO કચેરીના જણાવ્યા અનુસાર, 60થી વધુ સ્કૂલો એવી છે જેઓની 100 ટકા કામગીરી હજુ પણ પેન્ડિંગ છે. સ્કૂલોની ઘોર નિષ્ફળતા છતાં વારંવાર સૂચનાઓ આપવામાં આવ્યા બાદ પણ યોગ્ય પગલાં લેવાતા ન હોઈને આ કડક પગલું લેવાયું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કયું બિનકાયદેસર કામ નથી થતું? ક્લિનિકલ ટ્રાયલનું મહાકૌભાંડ પણ ભોળિયા અધિકારીઓને જાણ જ નથી

DEO કચેરીની કડક ચેતવણી

DEO કચેરીએ સ્પષ્ટ કહ્યું છે કે, તમામ સ્કૂલો તાત્કાલિક પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરે અને નિર્ધારિત સમયમર્યાદા મુજબ પ્રક્રિયા પૂર્ણ કરે, નહીં તો કાયદેસર પગલાં ભરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Student Entry District Education Officer Ahmedabad Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ