બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કયું બિનકાયદેસર કામ નથી થતું? ક્લિનિકલ ટ્રાયલનું મહાકૌભાંડ પણ ભોળિયા અધિકારીઓને જાણ જ નથી
Last Updated: 11:31 PM, 7 October 2025
Ahmedabad Crime branch : ક્લિન્કલ ટ્રાયલના નામે લોકોના જીવન સાથે ચેડા કર્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અમદાવાદની બે પ્રખ્યાત લેબ દ્વારા ક્લિનિકલી ટ્રાયલ કરાયાનો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે AMC આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પત્ર લખી સમગ્ર મામલે માહિતી આપી હતી. લેમડા રિસર્ચ અને વિડા રિસર્ચ લેબ દ્વારા લોકોનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ક્લિકિનકલ ટ્રાયલની શાહી સુકાઇ નથી ત્યાં કોર્પોરેશનની નજર હેઠળ આ ક્લિનિકલ ટ્રાયલ થઇ રહ્યા હતા અને અધિકારીઓને જાણ જ નહોતી તે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.
ADVERTISEMENT
ગરીબ લોકોને સામાન્ય પૈસા આપી ભોળવાતા
ગરીબ લોકોને પૈસાની લાલચ આપી દવાના રિસર્ચ કરતા હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે. એક જ વ્યક્તિ પર 20 વાર ટ્રાયલ કરાયાનો પણ ઘટસ્ફોટ થયો હતો. ગરીબ લોકો ને એજન્ટ મારફતે ટ્રાયલ માટે તૈયાર કરતા હતા. અભણ લોકોને ટ્રાયલના દસ્તાવેજ પર અંગૂઠા કરાવી સિસર્ચ કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. AMC આરોગ્ય વિભાગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સમગ્ર માહિતીનો અહેવાલ મોકલ્યો હતો. બંને લેબ દ્વારા ખોટી રીતે ક્લિનિકલ ટ્રાયલ કરાયોનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નોકરી વાંછુક યુવાનો માટે ગુડ ન્યૂઝ, ગુજરાત સરકારે રોજગાર મેળાની કરી જાહેરાત, તારીખ નોંધી લો
ક્રાઇમબ્રાંચે ભોળિયા અધિકારીઓને લખ્યો પત્ર
ADVERTISEMENT
આ સમગ્ર મામલો ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલતું હતું તેમ છતા કોર્પોરેશનનાં અધિકારીઓને ખબર નહોતી. હવે અમદાવાદના હદ વિસ્તારમાં આ રીતે ચાલી રહ્યું હતું તેમ છતા પણ કોર્પોરેશનનાં અધિકારીઓને ખબર નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારનાં અધિકારીઓ કેટલા ભોળા છે અને ક્લિનિકલ ટ્રાયલ કરનાર લોકો ખુબ જ ચાલાક છે. જેથી આપણા સરકારના ભોળા અધિકારીઓને આ અંગે માહિતી જ નહોતી. જેથી આ ભોળા અધિકારીઓનું ધ્યાન ક્રાઇમબ્રાંચના અધિકારીઓ દ્વારા દોરવામાં આવ્યું હતું. હવે આ ભોળીયા અધિકારીઓ શું કાર્યવાહી કરે છે કે પછી ઘીના ઠામમાં ઘી ઢોળે છે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.