બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નોકરી વાંછુક યુવાનો માટે ગુડ ન્યૂઝ, ગુજરાત સરકારે રોજગાર મેળાની કરી જાહેરાત, તારીખ નોંધી લો
Last Updated: 03:18 PM, 7 October 2025
ગુજરાત સરકાર રાજ્યભરમાં 7થી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરશે. આ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.કાર્યક્રમમાં મુખ્યમંત્રી, મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.આ સાથે જ રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ, શાળા-કૉલેજોમાં પણ યાત્રાનું પ્રસારણ થશે.તેમજ માહિતી વિભાગ દ્વારા ‘24 વર્ષનું સફળ નેતૃત્વ’ શીર્ષક હેઠળ પુસ્તિકાનું પ્રકાશન તેમજ MyGov પોર્ટલ મારફતે ઓનલાઇન ક્વિઝ, ફોટો અને રીલ સ્પર્ધાઓ યોજાશે. નોંધનીય છે કે, પીએમ મોદીએ 7 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો, જેના 24 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
વિકાસ સપ્તાહ 24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના વિકાસ સપ્તાહની ઉજવણી...
ADVERTISEMENT
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ ભારત વિકાસ પ્રતિજ્ઞા વિભાગઃ સામાન્ય વહીવટ વિભાગ
ADVERTISEMENT

ADVERTISEMENT
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ યુવા સશક્તિકરણ કાર્યક્રમ વિભાગઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ
ADVERTISEMENT

ADVERTISEMENT
તારીખ 07/10/2025
કાર્યક્રમનું નામઃ આત્મનિર્ભર ભારત વિભાગઃ સહકાર વિભાગ
માન. પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ GST Reforms અને સહકાર ક્ષેત્રને આપેલ લાભ માટે સહકારી સંસ્થાના સભાસદો દ્વારા માન. પ્રધાનમંત્રીશ્રીને 1 કરોડ થી વધુ પોસ્ટકાર્ડ દ્વારા આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ.
વડાપ્રધાનના દૂરંદેશી માર્ગદર્શનમાં દેશમાં વિકાસ માટે લેવાયેલ વિવિધ પગલાઓથી છેવાડાના વ્યક્તિ સુધી થયેલ સામાજિક-આર્થિક લાભ અને દેશમાં આવેલ પરિવર્તન માટે વડાપ્રધાનને આભાર વ્યક્ત કરતા સહકાર વિભાગ દ્વારા 1 કરોડ જેટલા પોસ્ટ કાર્ડ તૈયાર કરાયા છે.
વિષયો - આત્મનિર્ભર ભારત, ગર્વ સે કહો સ્વદેશી હૈ, આયુષ્માન ભારત, નાણાંકીય સમાવેષીકરણ અને DBT , સોલાર રૂફટોપ યોજના, તા. 22 સપ્ટેમ્બર થી આવેલ GST સુધારા.
દર વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા 1.50 કરોડ પોસ્ટ કાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતમાં સહકાર ક્ષેત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકાગાળામાં 1 કરોડથી વધુ પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા તે અભૂતપૂર્વ સિદ્ધિ છે. 7 ઓક્ટોબરના રોજ પોસ્ટકાર્ડના પ્રદર્શનનું પણ આયોજન અમદાવાદ સાબરમતી રીવરફ્રંટ ખાતે કરાયું છે જેને લોકો નિહાળી શકશે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટકાર્ડ રાજ્યની જુદી જુદી કૉલેજોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનના સ્વદેશી અભિયાન, ઓપરેશન સિંદૂર, જી.એસ.ટી. ક્રાન્તિ અને ભારતને અગ્રેસર બનાવવાની પહેલને આવકારી, પોસ્ટકાર્ડ દ્વારા તેમની કૃતજ્ઞતા પ્રગટ કરી. જેમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા કુલ 4.50 લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. આ ઉપરાંત ૧૦૦ કૉલેજ / યુનિવર્સિટીમાં સ્વદેશી અભિયાન અંતર્ગત વ્યાખ્યાનોનું પણ આયોજન કરાયું , જે પૈકી ૬ર વ્યાખ્યાનો પૂર્ણ થયેલ છે. જેમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવવાથી રાજ્ય અને રાષ્ટ્રને સમૃદ્ધ અને ઉત્કૃષ્ટ બનાવવાના સોપનો બતાવવામાં આવ્યા.
તારીખ 08/10/2025
કાર્યક્રમનું નામઃ રોજગાર મેળો વિભાગઃ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ, અન્ય કુલ 33 રાજ્યવ્યાપી કાર્યક્રમો.
50 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર વિતરણ કાર્યક્રમ.
25 હજારથી વધુ ITI વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ.
ITIના અપગ્રેડેશન માટે ઉદ્યોગગૃહો સાથે 100 થી વધુ MOU
ઉદ્યોગ અને ખાણ વિભાગઃ
તા. 09 અને 10 ઓક્ટોબર, 2025 – ઉદ્યોગ સાહસિકતા દિવસ
મહેસાણા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન
MSME કોન્કલેવ, ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ
રીવર્સ બાયર્સ સેલર મીટ, પ્રાદેશિક પુરસ્કારો.
અગ્રણી ઉદ્યોગપતિઓ, બિઝનેસ લીડર્સ તેમજ યુવાનો તેમની વિકાસ યાત્રાનો અનુભવ તેમજ આ પ્રદેશો વિકસિત ગુજરાત@2047ના વિઝનમાં કેવી રીતે યોગદાન આપી શકે તેના વિશે ચર્ચા, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન વગેરે
ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોનું પ્રદર્શન.

તા. 11 ઓક્ટોબર, 2025
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ.
પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્સ વિશે માર્ગદર્શન.
વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું સન્માન.
ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને લગતી જાહેરાત.
રાજ્યની તમામ ગ્રામ પંચાયત ખાતે પંચાયત ઘરનું સામુહિક ખાતમુહૂર્ત. તા. 15/10/2025ના રોજ રથયાત્રા સમાપન સમયે દરેક જિલ્લામાં 1 કરોડથી ઓછી રકમના કામોના લોકાર્પણ / ખાતમુહૂર્ત.
ગ્રામીણ વિસ્તાર માટે માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જિલ્લા દીઠ એક વિકાસ રથનું આયોજન.
તમામ સરકારી સંસ્થાઓમાં “ સ્વચ્છતા શપથ”.
તારીખ: 12/10/2025 થી 13/10/2025
વિભાગ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
નગરપાલિકાઓના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ.
સ્વદેશી મેળા (શોપીંગ ફેસ્ટીવલ)નું આયોજન.
તમામ મહાનગરપાલિકાઓમાં સ્થાનિક કલાકારોના સહયોગથી રીસાઇકલ કરેલી વસ્તુઓનો ઉપયોગ કરી સાર્વજનિક સ્થાપત્યનું સર્જન.
તમામ મહાનગરપાલિકાઓના પ્રખ્યાત જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવા.
તારીખ: 14/10/2025
કાર્યક્રમ: કૃષિ વિકાસ દિન/ રવિ કૃષિ મહોત્સવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ, રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો અને ખેડૂત માર્ગદર્શન, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા, નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો - સ્ટોલ જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન.
તારીખ: 15/10/2025
કાર્યક્રમ: ખાતમુહૂર્ત અને લોકાર્પણ ના કાર્યક્રમો, વિભાગ : સામાન્ય વહીવટ વિભાગ
લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે (કાર્યક્રમનું આયોજન શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા કરાશે)
રૂ. 1 કરોડથી થી રૂ. 25 કરોડ સુધીના રૂ. 3326 કરોડના કામો.
તા. 07/10/2025 થી 15/10/2025
વિભાગઃ શિક્ષણ વિભાગ
Hackathon, નિબંધ સ્પર્ધા, ભીંત ચિત્રો, ક્વિઝ સ્પર્ધા, 100 લેક્ચર સિરીઝ, વેબિનાર, વર્કશોપ & રિસર્ચ પેપર, લખપતિ દીદી અને ડ્રોન દીદીના યુનિવર્સિટીમાં સેમીનાર.
દસ “Swami Vivekananda Competitive Examination Study Centre”નાં લોકાર્પણ કાર્યક્રમ (તા. 15/10/2025, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે)

તા. 07/10/2025 થી 15/10/2025
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
આરોગ્યની વિવિધ યોજનાઓ થકી વિકાસ સપ્તાહ દરમ્યાન લક્ષ્યાંક હાસલ કરવા ખાસ ઝુંબેશ
અતિજોખમી પ્રસૂતિના ચિહ્નો ધરાવતી અંદાજિત ૧૭૦૦ સગર્ભા માતાઓની ઓળખ, કાઉન્સેલિંગ અને બર્થ માઇક્રો પ્લાન અંગેની સમજ
નમોશ્રી યોજના અંતર્ગત અંદાજિત ૧૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન તથા અંદાજીત રૂ. ૭ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અંદાજિત ૬૦૦૦ થી વધુ લાભાર્થીઓને અંદાજિત રૂ ૧.૫ કરોડનું ડી.બી.ટી મારફતે ચુકવણું
૩૨ કિ.ગ્રા.થી ઓછું વજન ધરાવતી અંદાજિત ૧૦૦૦ સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ
વય વંદના યોજના અંતર્ગત – ૭૦થી વધુ ઉંમરના ૧૪૦૦૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ
વિકાસ સપ્તાહ દરમ્યાન સ્થાનિક માન. ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્રી દ્વારા ટી.બી.ના નિદાન માટેના ૧૮૦ TrueNAT મશીનોના લોકાર્પણનો કાર્યક્રમ
રાજ્ય નાં ૨૪ શહેરોમાં “સ્વસ્થ હૃદય” વોક નું આયોજન
રાજ્યની ૨૪ મેડીકલ કોલેજ થકી CPR (cardiopulmonary resuscitation) તાલીમ શિબિરોનું આયોજન
કેન્સર સ્ક્રીનીંગની ટ્રેનિંગ માટેનું જીસીઆરઆઇ સાથે એમ.ઓ.યુ.
૧૦મી ઓક્ટોબર, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર, માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ કાર્યક્રમોનું આયોજન
જિલ્લા દીઠ એક CHC એમ કુલ 34 મોડેલ CHC બનાવવા સંકલ્પ
પોડકાસ્ટ મારફતે આરોગ્ય જાગૃતિ
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન(SNSPA) અંતર્ગત કરેલ કામગીરી નું E book મારફતે લોન્ચિંગ
આ પણ વાંચોઃ ગુજરાતની કફ સિરપ બનાવતી બે કંપનીને ઉત્પાદન બંધ કરવા આદેશ, બાળકોને આ દવા આપતા હોય તો ચેતજો
તા. 07/10/2025 થી 15/10/2025
માહિતી અને પ્રસારણ વિભાગ
24 વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના શીર્ષક હેઠળની પુસ્તિકાનું પ્રકાશન
My.Gov.India પોર્ટલ પરથી વિકાસ સપ્તાહ ક્વિઝ કમ્પીટીશનનું આયોજન
My.Gov.India પોર્ટલ પરથી ફોટો અને રીલ કમ્પીટીશનનું આયોજન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.