બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતની કફ સિરપ બનાવતી બે કંપનીને ઉત્પાદન બંધ કરવા આદેશ, બાળકોને આ દવા આપતા હોય તો ચેતજો

તપાસ / ગુજરાતની કફ સિરપ બનાવતી બે કંપનીને ઉત્પાદન બંધ કરવા આદેશ, બાળકોને આ દવા આપતા હોય તો ચેતજો

Last Updated: 04:13 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોત મુદ્દે ગુજરાતમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બાવળાની રેડનેક્સ ફાર્મા કંપનીમાં VTVNEWS ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું.

મધ્યપ્રદેશમાં સિરપકાંડની બાળકોના મૃત્યુ પછી રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્યની બે કંપનીઓની દવાઓના નમૂના ફેઈલ થયા છે. સુરેન્દ્રનગરના શેપ ફાર્મા કંપનીના નમૂના ફેલ થતા કંપની પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાવળાની રેન્ડેક્સ ફાર્મા કંપનીના નમૂના પણ ફેલ થતા કંપની પર પ્રતિબંધ મુકાયો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેમિસ્ટ પાસેથી દવાનો જથ્થો રિકોલ કરવામાં આવ્યો છે. 624 પેઢીઓ આવી દવા બનાવી રહી હોવાનો આરોગ્યમંત્રીએ ખુલાસો કર્યો હતો.

રેડનેક્સ ફાર્મા કંપનીમાં VTVNEWS પહોંચ્યું

મધ્યપ્રદેશમાં કફ સીરપથી બાળકોના મોતનો મુદ્દે ગુજરાતમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બાવળાની રેડનેક્સ ફાર્મા કંપની દ્વારા રો મટીરિયલ પૂરું પાડ્યું હતું. બાવળાની રેડનેક્સ ફાર્મા કંપનીમાં VTVNEWS પહોંચ્યું હતું. રેડનેક્સની રેસપીફ્રેશ કફ સીરપ પરીક્ષણમાં ફેલ થયા છે. પરીક્ષણમાં સીરપની અંદર DEGનું પ્રમાણ વધુ આવ્યું છે.

કંપનીના એચઆર મેનેજર દેવાંગ શાહનુ નિવેદન

સીરપકાંડ બાદ ગુજરાતની 2 કંપનીઓમાં દિલ્લીથી તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપનીમાં દિલ્લીથી તપાસ હાથ ધરવામાં આવી છે. કંપનીના એચઆર મેનેજર દેવાંગ શાહનુ નિવેદન આપ્યુ હતું કે, દિલ્લીથી તપાસ કરવામાં આવી હતી. કંપનીમાં કફ સિરપનુ ઉત્પાદન કરાય છે. કંપનીમાં 5 થી 6 પ્રોડક્ટનુ ઉત્પાદન કરવામાં આવે છે. અમે સપ્લાય નહી થર્ડ પાર્ટી મેન્ચુફેક્ટર કરીએ છીએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ ૬૨૪ ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.

મંત્રી પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. ૦૩ થી ૦૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.

આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે, તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના ૦૩ દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના ૧૧ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ ૧૪ નમૂનાઓ વધુ ચકાસણી અર્થે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોના જન આરોગ્ય અને દર્દી સુરક્ષાના હિતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યના તમામ મદદનીશ કમિશ્નરોને અસુરક્ષિત કફ સિરપ દવાઓના જોખમથી જનતાનું રક્ષણ કરવા, રાજ્યમાં ઉત્પાદિત તેમજ વિતરણ થતી દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની સંપૂર્ણ અને કડક તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલ તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યા સંન્યાસના સંકેત, કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો, ચૂંટણી નહીં લડું

તેમણે ઉમેર્યું હતું કે, જાહેર કરાયેલી નોટ ઑફ સ્ટાન્ડર્ડ કફ સિરપ દવાઓના વેચાણ, પુરવઠા અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર ચેનલ પર આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ મદદનીશ કમિશનરોને રીકોલ અને તપાસની કાર્યવાહીનું સતત મોનિટરિંગ રાખી, કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંયુક્ત કમિશ્નર (ડ્રગ્સ) ને નિયમિત રીતે દરરોજ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયો દ્વારા FDCA, ગુજરાત દવાઓની ગુણવત્તા નિરીક્ષણ અને ટ્રેસેબિલિટી સિસ્ટમને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh , Madhya Pradesh cough syrup death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ