બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યા સંન્યાસના સંકેત, કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો, ચૂંટણી નહીં લડું

રાજકારણ / ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યા સંન્યાસના સંકેત, કહ્યું મને જવાબદારીમાંથી મુક્ત કરો, ચૂંટણી નહીં લડું

Vishal Khamar

Last Updated: 02:07 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ પાટણના કોંગ્રેસના પૂર્વ સાંસદ દ્વારા રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે.

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓમાંના અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ હવે કોઈપણ ચૂંટણી લડશે નહીં અને પાર્ટીને તેમની CWC (કોંગ્રેસ વર્કિંગ કમિટી)ની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી છે.

દિવસ-રાત મજૂરી કરી શકે એવા ચહેરાઓને તક આપવાની કરી વાત

જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું, હું કોંગ્રેસ માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ, પણ હવે યુવા અને દિવસ-રાત મહેનત કરનારા કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે.

છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ: જગદીશ ઠાકોર

તેમણે રાહુલ ગાંધી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, રાહુલભાઇએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા. હું તેમની કદર કરું છું અને તેમનો ઋણી છું.

આ પણ વાંચોઃગુજરાત શિક્ષણ વિભાગનો વિભાગનો મોટો નિર્ણય, ધો. 11-12માં વૈકલ્પિક વિષયો પસંદ કરી શકાશે!

હું કોઈ પણ ચૂંટણી નહી લડું એવો નિર્ધાર મે કર્યો છે: જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોરે ઉમેર્યું કે, મેં સ્પષ્ટ નિર્ધાર કર્યો છે કે હવે કોઈપણ ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે મારી ભૂમિકા નહીં હોય. હવે મજૂરી કરી શકે એવા ચહેરાઓને આગળ લાવવાનો સમય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagdish Thakor Former MP Patan Patan Congress MP Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ