બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત શિક્ષણ વિભાગનો વિભાગનો મોટો નિર્ણય, ધો. 11-12માં વૈકલ્પિક વિષયો પસંદ કરી શકાશે!
Last Updated: 01:27 PM, 7 October 2025
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં વૈકલ્પિક વિષયો પસંદ કરવાની તક મળશે.
ADVERTISEMENT
↪️ રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સામાન્ય પ્રવાહ) માં શૈક્ષણિક વર્ષ-૨૦૨૬-૨૭ થી ક્રમશ: ધોરણ-૧૧ (સામાન્ય પ્રવાહ)માં અને શૈક્ષણિક વર્ષ-૨૦૨૭-૨૮ થી ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ના વિષયમાળખામાં સમાવેશ કરવામાં આવશે.
— Praful Pansheriya (@prafulpbjp) October 6, 2025
વૈકલ્પિક વિષયોનો સમાવેશ
ADVERTISEMENT
શિક્ષણ વિભાગે જે વિષયોનો વૈકલ્પિક વિષય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં કલા, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય સંબંધિત વિષયોનો સમાવેશ થાય છે. જેમાં ચિત્રકલા (Drawing/Art), સંગીત (Music) અને યોગ (Yoga) સહિતના વિષયોનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
ક્યારથી અમલ થશે
આ નિર્ણયનો અમલ ધીમે ધીમે કરવામાં આવશે. જેમાં ધોરણ 11 માં વૈકલ્પિક વિષયનો સમાવેશ 2026-27માં થશે. જે બાદ ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે 2027-28માં સમાવેશ થશે. શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 11માં પ્રવેશ મેળવશે તેઓ નવા વૈકલ્પિક વિષયોનો અભ્યાસ શરૂ કરી શકશે. તેમજ 2027-28માં ધોરણ 12માં પણ આ જ વિષયોને વૈકલ્પિક વિષય તરીકે ચાલુ રાખી શકશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હડકંપ મચ્યો! ગુજરાતની 2 કંપનીના કફ સિરપના સેમ્પલ અમાન્ય, ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ
આ નિર્ણયથી શું લાભ
ADVERTISEMENT
નિર્ણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના મૂળભૂત સિદ્ધાંતોને અનુરૂપ છે. મુખ્ય લાભોની વાત કરીએ તો વિદ્યાર્થીઓને રસ-રુચિ અને કૌશલ્યને આધારે વિષય પસંદ કરી શકશે. તેમજ તેમનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ વધશે. ચિત્રકલા અને સંગીત જેવા વિષયો સર્જનાત્મકતાને પોષશે, જ્યારે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવશે. કલા અને યોગના ક્ષેત્રમાં પણ હવે વ્યાવસાયિક તકો વધી રહી છે. આ વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.