બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હડકંપ મચ્યો! ગુજરાતની 2 કંપનીના કફ સિરપના સેમ્પલ અમાન્ય, ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ
Last Updated: 04:14 PM, 7 October 2025
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 16 બાળકોના શંકાસ્પદ મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકોના મૃત્યુના મુખ્ય કારણ તરીકે ઝેરી કફ સિરપનો ઉપયોગ જવાબદાર રહ્યો હોવાનું સંદિગ્ધ છે. કફ સિરપમાં મર્યાદાથી વધુ પ્રમાણમાં જોખમી કેમિકલની હાજરી પાઈ છે, જેના કારણે આ ઘટનાઓ બની હોવાનું અનુમાન છે.
ADVERTISEMENT
ગુજરાતની 2 કંપનીના કફસિરપના સેમ્પલ અમાન્ય
કફસિરપ પીધા બાદ બાળકોના મૃત્યુનો મામલો. ગુજરાતની 2 કંપનીના કફસિરપના સેમ્પલ અમાન્ય. કફસિરપ બનાવતી ગુજરાતની 2 કંપનીના સેમ્પલ તપાસમાં અમાન્ય. મધ્યપ્રદેશમાં ગુજરાતની 2 કંપનીના કફસિરપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના શેખપુરની શેપ ફાર્મા કંપનીના Relife syrupના સેમ્પલ અમાન્ય છે. બાવળાની રેડનેક્સ ફાર્મા કંપનીના Respifresh TR સિરપના સેમ્પલ અમાન્ય છે. Relifeના બૈંચ નંબર LSL25160 માં DEG 0.616% મળ્યુ. TR syrupના બૈંચ નંબર R01GL2523માં DEG 1.342% મળ્યુ. બંન્ને કંપનીના બૈંચ નંબરમાં નિયત કરતા 0.1% વધુ DEG હોવાનું ખુલ્યુ. મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગુજરાત સરકારને તપાસ માટે પત્ર લખવામાં આવ્યો છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ
ADVERTISEMENT
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના કારણે 16 બાળકોના મોત બાદ હોબાળો મચ્યો છે. તેની વચ્ચે ગુજરાતની MFG-M/s Shape pharma Pvt. Ltd.માં બનેલી રી લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd.માં બનેલી રેસ્પિફ્રેસ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળઈ આવ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
તમામ કંપનીઓ સામે તપાસના હુકમ આપ્યાઃ આરોગ્ય મંત્રી
કફ સિરપ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 529 કંપનીઓ સામે તપાસના હુકમ આપ્યા છે. તેમજ બાળકોને કફ સિરપ કઈ રીતે આપવું તેને લઈ બ્રેઈનસ્ટોર્મિંગ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચનાઓના આધારે કાર્યવાહી થશે.
ADVERTISEMENT

ગુજરાત સહિત દેશના છ રાજ્યોમાં તપાસ
ADVERTISEMENT
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના કારણે થયેલા બાળમૃત્યુના કેસ બાદ હવે ગુજરાતમાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના અધિકારીઓએ ગુજરાત સહિત દેશના છ રાજ્યોમાં તપાસ હાથ ધરી છે.
દેશના 6 રાજ્યની કંપનીઓમાંથી સિરપના 19 નમૂના લેવાયા
ગુજરાતના 500 કફ સિરપ ઉત્પાદકોની ફેક્ટરીઓમાં અધિકારીઓએ તાબડતોબ સર્ચ અને નમૂનાઓ લીધા છે. CDSCOએ અત્યાર સુધીમાં 6 રાજ્યોમાંથી કુલ 19 કફ સિરપના નમૂનાઓ એકત્રિત કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
તામિલનાડુની કંપનીનું લાઇસન્સ રદ
તામિલનાડુની એક દવા ઉત્પાદક કંપનીનો લાઇસન્સ રદ કરવામાં આવ્યો છે, જેને ઝેરી કફ સિરપ બનાવવાનું જવાબદાર માનવામાં આવી રહી છે. આ સિરપના સેવનથી અનેક બાળકોના મૃત્યુ થયાનું ખુલ્યું છે. તપાસ દરમિયાન ગુજરાતની બે કંપનીઓ પણ રડાર પર આવી ગઈ છે. જ્યાં આવા ઝેરી કફ સિરપના ઉત્પાદનમાં સંડોવણી હોવાની આશંકા છે. જો કે તેમનો નામ હજી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ તંત્રે સગણાઈ વધારી છે.
બાળકોના જીવ સાથે ચેડાં?
આ તપાસે એ ગંભીર મુદ્દે પ્રકાશ પાડ્યો છે કે દેશભરમાં બાળકો માટે બનેલા કફ સિરપમાં વ્યાપ્ત ગુણવત્તાના અભાવે કેટલાય નિર્દોષ બાળકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. અહેવાલો મુજબ, કેટલાક કફ સિરપમાં ડાયથિલીન ગ્લાયકોટ અને એથિલીન ગ્લાયકોટ જેવા ઝેરી કેમિકલ્સની હાજરી મળી છે. જે લિવર અને કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
આ પણ વાંચોઃ સૂમસામ રોડ પર મોપેડ યુ-ટર્ન લીધું એવા ફંગોળ્યા, કચ્છમાં અકસ્માતનો હૈયું કંપાવતો વીડિયો
આગામી પગલાં શું?
CDSCOએ જણાવ્યું છે કે જો નમૂનાઓમાંથી ઝેરી ઘટકોની પુષ્ટિ થાય, તો સંબંધિત કંપનીઓ સામે કાયદેસર પગલાં લેવાશે. દેશવ્યાપી સ્તરે દવાઓની ગુણવત્તા કડક રીતે ચકાસવામાં આવશે અને અવ્યવસ્થિત ઉત્પાદન પર રોક લાવવામાં આવશે. સરકારે માતા-પિતાને સાવચેતી રાખવાની સૂચના આપી છે અને સંતાનોને અપાતી કોઇપણ દવા આપતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.